Get The App

નેપાળમાં બનશે બાલેન શાહની સરકાર! પૂર્વ પીએમ ઓલીની હાર, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
નેપાળમાં બનશે બાલેન શાહની સરકાર! પૂર્વ પીએમ ઓલીની હાર, PM મોદીએ પાઠવી શુભેચ્છા 1 - image
Image Source: Balen/Instagram

Nepal Election Result 2026: નેપાળમાં 5 માર્ચે થયેલા મતદાન બાદ હવે મતગણતરી ચાલી રહી છે. ત્યારે નેપાળમાં સામાન્ય ચૂંટણીના શરૂઆતી પરિણામોમાં સમીકરણો બદલતા નજરે પડી રહ્યા છે. શરૂઆતના આંકડાઓમાં બાલેન શાહની રાષ્ટ્રીય પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આમ, નેપાળમાં બાલેન શાહની સરકાર બનતી નજરે પડી રહી છે. વડાપ્રધાન મોદીએ શાંતિપૂર્ણ મતદાન થવા પર શુભેચ્છા પાઠવી.

બાલેન શાહે ભવ્ય જીત, ઓલીને મોટા માર્જિનથી હરાવ્યા

નેપાળ સામાન્ય ચૂંટણીના પરિણામોમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહે પ્રચંડ જીત હાંસલ કરી છે. તેમને ઝાપા જિલ્લાના મતવિસ્તાર-5થી વિજયી જાહેર કરવામાં આવ્યા છે. અંતિમ મતદાન પરિણામો અનુસાર, બાલેન શાહને કુલ 68,348 મત મળ્યા, જ્યારે કેપી શર્મા ઓલીને આ મતવિસ્તારમાં આશરે 18,000 મત મળ્યા. તેમણે નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અગ્રણી નેતા કેપી શર્મા ઓલીને આશરે 50,000 મતોના માર્જિનથી હરાવ્યા, અને બાલેન શાહે પ્રચંડ વિજય મેળવ્યો.

વડાપ્રધાન મોદીએ નેપાળમાં ચૂંટણી પરિણામો પર પાઠવી શુભેચ્છા

પાડોશી દેશ નેપાળમાં ચૂંટણી પરિણામોની જાહેરાત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેપાળવાસીઓને શુભેચ્છા આપી. તેમણે X પર આપેલા સંદેશમાં લખ્યું કે, નેપાળમાં ચૂંટણીઓના સફળ અને શાંતિપૂર્ણ સંચાલન પર દેશની જનતા અને સરકારને હાર્દિક શુભેચ્છા.

પોતાના નેપાળી ભાઈ-બહેનોને તેમના ઉત્સાહપૂર્વક અને લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરતાં જોઈને ખૂબ ખુશી થાય છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ નેપાળના લોકતાંત્રિક સફરમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. એક ગાઢ મિત્ર અને પાડોશી હોવાના નાતે ભારત નેપાળની જનતા અને તેની નવી સરકાર સાથે મળીને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.

વિજેતા ઉમેદવારોને વિજય સરઘસો ન યોજવા આદેશ

ચૂંટણી પરિણામો પછી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ તેના વિજેતા ઉમેદવારોને એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો. પાર્ટીએ બધા ચૂંટાયેલા ઉમેદવારોને વિજય સરઘસો કે અન્ય કોઈ ઉજવણીના કાર્યક્રમો ન યોજવાનો આદેશ આપ્યો છે.

નેશનલ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના ઉપપ્રમુખ અને ફેડરલ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના સંયોજક ડી. પી. અર્યાલએ જણાવ્યું હતું કે તાજેતરની ચૂંટણીઓમાં જીતેલા ઉમેદવારોએ તાત્કાલિક ઉજવણી કરવાને બદલે તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મતદારો દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારીને ગંભીરતાથી લેવી જોઈએ, અને આ ઉજવણીનો સમય નથી.

ડી. પી. આર્યલએ એ પણ નોંધ્યું હતું કે આ ચૂંટણી ખાસ પરિસ્થિતિઓમાં યોજાઈ હતી, અને તેમાં Gen Z જૂથની ઘણી યુવતીઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. આ વેદના હજુ સુધી ભૂલાઈ નથી, તેથી હવે ઉજવણી કરવા કરતાં તેમની જવાબદારીઓ નિભાવવાનો સમય છે.