- મસ્કતી વેપારી આલમને કહ્યું : ભારત વિશ્વસ્તરે સ્પર્ધાત્મક માર્કેટ બની રહ્યું છે, તેનું કારણ છેલ્લાં ૧૧ વર્ષમાં કરાયેલા મહત્ત્વના સુધારે છે
મસ્કત : જોર્ડન ઇથોપિયા અને મસ્કત તેમ ત્રણ દેશોની મુલાકાતનાં છેલ્લાં ચરણમાં ગઇકાલે અહીં ઇંડીયા ઓમાન બિઝનેસ ફોરમને કરેલાં સંબોધનમાં બંને દેશો વચ્ચેના સૈકાઓ જૂના સંબંધોની યાદ આપતાં ગુરૂવારે જણાવ્યું હતું કે છેલ્લાં ૧૧ વર્ષમાં હાથ ધરાયેલા સુધારાઓને લીધે ભારત વિશ્વસ્તરે એક સ્પર્ધાત્મક માર્કેટ બની રહ્યું છે. આ સાથે તેઓએ બંને દેશો વચ્ચે થયેલા કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ) (સર્વગ્રાહી આર્થિક ભાગીદારી કરારો) વિષે બોલતાં તેઓએ કહ્યું તેથી ભારત ઓમાન વચ્ચે માત્ર વ્યાપારી સંબંધો જ નહીં વિકસે પરંતુ તે ભારત ઓમાન વચ્ચેની ભાગીદારીને નવી ઊંચાઈએ લઇ જશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં ૧૧ વર્ષમાં ભારતે માત્ર નીતિ વિષયક ફેરફારો કર્યા નથી. પરંતુ આર્થિક ડીએનએ પણ ફેરવી નાખ્યું છે. જીએસટી દ્વારા ભારતે સમગ્ર દેશને સંકલિત અને એકીકૃત બજાર મળી છે. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી ફ્રોડને લીધે નાણાંકીય શિસ્ત આવી ગયું છે અને પારદર્શિતા વધી છે. ભારત ઓમાન વચ્ચેના ૭૦ વર્ષના રાજકીય સંબંધોને બિરદાવતાં તેઓએ કહ્યું હતું કે તે સંબંધો પારસ્પરિક વિશ્વાસ ઉપર બંધાયેલા છે.
નરેન્દ્ર મોદી ગઇકાલે તેઓની ત્રણ દેશો જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતનાં છેલ્લાં ચરણમાં મંગળવારે અહીં આવી પહોંચ્યા ત્યારે તેઓને આવકારવા ઓમાનના નાયબ વડાપ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈયદ એરપોર્ટ પર ઉપસ્થિત હતા. મોદીનું રેડ કાર્પેટ અને ગાર્ડ ઓફ ઓનરથી ભવ્ય સ્વાગત કરાયું હતું.


