‘લાખો બાળકોને રોકાણની તક મળશે’, મસ્કે SpaceXના શેર ફ્રીમાં આપવાની જાહેરાત કરતા ટ્રમ્પ ખુશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Thanks Elon Musk: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને 'BIG THANK YOU' કહ્યું છે. આ પાછળનું કારણ ઈલોન મસ્કની તે જાહેરાત છે, જેમાં તેમણે આવતા વર્ષે અમેરિકાના દરેક બાળકને પોતાની કંપની SpaceX નો એક શેર આપવાનું વચન આપ્યું છે. ટ્રમ્પે મસ્કની આ પહેલને અસાધારણ ઉદારતા ગણાવતા કહ્યું કે, આનાથી લાખો અમેરિકી બાળકોને રોકાણ કરવાની તક મળશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું, 'અમારા મહાન મિત્ર ઈલોન મસ્કનો ખૂબ ખૂબ આભાર. 'ટ્રમ્પ એકાઉન્ટ્સ' ના માધ્યમથી અમેરિકી બાળકોને SpaceX ના શેર આપવાની તેમની આ ઉદારતા અદ્ભુત છે.'
ઈલોન મસ્કે શું જાહેરાત કરી છે?
ઈલોન મસ્કે સોમવારે 'X' પર લખ્યું હતું કે, 'આવતા વર્ષે હું અમેરિકાના દરેક બાળકને મારા SpaceX ના શેરોમાંથી એક શેર આપીશ. આ ઘણા પગલાંઓમાંથી પહેલું પગલું હશે.' જોકે, મસ્કે હજુ એ સ્પષ્ટ નથી કર્યું કે, આ યોજના હેઠળ બાળકોની પાત્રતા કેવી રીતે નક્કી થશે, કઈ પ્રક્રિયા દ્વારા શેર ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને આવતા વર્ષે કયા સમયે તેને ટ્રાન્સફર કરાશે.
શું છે 'ટ્રમ્પ એકાઉન્ટ્સ'?
'ટ્રમ્પ એકાઉન્ટ્સ' બાળકો માટે બનાવવામાં આવેલા રોકાણ ખાતાઓ છે, જેનો હેતુ તેમના ભવિષ્ય માટે આર્થિક મૂડી તૈયાર કરવાનો છે. ટ્રમ્પે મસ્કની આ જાહેરાતને આ યોજનાની સોચ સાથે જોડતા કહ્યું કે સરકાર અને ખાનગી ક્ષેત્ર મળીને બાળકોના ભવિષ્યમાં રોકાણ કરી શકે છે. આ અગાઉ અબજોપતિ માઈકલ અને સુસાન ડેલે પણ 2.5 કરોડ બાળકોના ખાતા માટે 6.25 અબજ ડોલર આપવાનું વચન આપ્યું છે.




