Israel-Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું હોવા છતાં હજુ પણ બંને વચ્ચે વિવાદ, હુમલા અને શાબ્દિક પ્રહારો ચાલુ છે. હમાસના અલ-કસ્મા બ્રિગેડે રવિવારે (9 નવેમ્બર) સ્પષ્ટ કહ્યું છે કે, ‘ગાઝામાં ઈઝરાયલના કબજા હેઠળના રાફા વિસ્તારમાં છુપાયેલા હમાસના લડાયક સૈનિકો ઈઝરાયલ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે.’ બ્રિગેડે મધ્યસ્થીઓને વિનંતી કરી છે કે, તેઓ યુદ્ધવિરામ માટે સંકટ બનેલી બાબતોનું સમાધાન લાવવાનો પ્રયાસ કરે.
સૈનિકો નહીં હટે, હથિયાર સોંપશે : હમાસનો પ્રસ્તાવ
સૂત્રોના જણાવ્યા મુજબ, ઈઝરાયલ-હમાસના વિવાદને ઉકેલવા માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્ત મુજબ, હમાસની માંગ છે કે, રાફામાં રહેલા હમાસના લડાયક સૈનિકો વિસ્તારોમાં હટશે નહીં, પરંતુ તેઓ હથિયારો સોંપવા તૈયાર છે.
જ્યાં સુરંગો બિછાવાઈ છે, હમાસ તેની વિગતો આપે : ઈજિપ્તનો પ્રસ્તાવ
ઈજિપ્ત મધ્યસ્થીઓએ મૂકેલા પ્રસ્તાવમાં કહેવાયું છે કે, જે વિસ્તારો સુરક્ષા માટે જરૂરી છે અને રાફામાં હાજર હમાસના લોકો ઈજિપ્તને હથિયાર આપી દે અને ત્યાં જ્યાં જ્યાં સુરંગો બિછાવાઈ છે, તેની વિગતો આપે. જોકે હમાસે ઈજિપ્તના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.
અમે આત્મસમર્પણ નહીં કરીએ : હમાસ
અલ-કસ્સામ બ્રિગેડે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે, ‘દુશ્મનને એ જાણી લેવું જોઈએ કે આત્મસમર્પણ અને પોતાને સોંપી દેવાની અવધારણા અલ-કસ્સામ બ્રિગેડની ડિક્શનરીમાં જ નથી.’
યુદ્ધવિરામ છતાં હમાસ-ઈઝરાયલ વચ્ચે હુમલા
અમેરિકાએ મધ્ય્થતા કર્યા બાદ 10 ઓક્ટોબરે યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો, જોકે તેમ છતાં રફામાં હમાસે ઈઝરાયલી સેના પર બે હુમલા કર્યા છે અને આ માટે હમાસે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. યુદ્ધવિરામ બાદ પણ રાફામાં ભીષણ હિંસાઓ થઈ રહી છે, જેમાં ત્રણ ઈઝરાયલી સૈનિકોના મોત થયા છે. ઈઝરાયલની જવાબી કાર્યવાહી કરતાં 12થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે.
યુદ્ધવિરામ પછી હમાસે 28 બંધકોમાંથી 23ના મૃતદેહ સોંપી દીધા છે. હમાસે કહ્યું છે કે ગાઝામાં તબાહીને કારણે મૃતદેહો શોધવા મુશ્કેલ બન્યા છે.
આ પણ વાંચો : 'પાકિસ્તાનની માગ અયોગ્ય, અમે યુદ્ધ નથી ઈચ્છતા અને જો થયું તો...' તાલિબાનની સ્પષ્ટ ધમકી


