કુઆલામ્પુર: મલેશિયાનાં સબાહ રાજ્યનાં સંડાકન જિલ્લામાં રવિવારે લાગેલી ભીષણ આગને કારણે એક ગામનાં ૧૦૦૦ મકાનો બળીને ખાક થઇ ગયા હતાં. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ૯૦૦૦થી વધુ લોકો બેઘર થઇ ગયા છે જો કે કોઇ જાનહાનિ થવાનાં સમાચાર મળ્યા નથી. ફાયર ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા અનુસાર બોર્નિયો દ્વીપ પર આવેલ સબાહનાં સંડાસન જિલ્લામાં આવેલા આ જળ આધારિત ગામ (વોટર વિલેજ)માં આગની માહિતી સવારે રાતે ૧.૩૨ કલાકે આપવામાં આવી હતી. જિલ્લાનાં ફાયર વિભાગનાં પ્રમુખ જિમ્મી લગુંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઝડપી પવનો અને ઘરની નિકટતાને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ આગ સબાહનાં એ જળ આધારિત ગામો પૈકી એક ગામમાં લાગી હતી જ્યાં થાઁભલાઓ પર બનેલા લાકડીનાં ઘરો હોય છે. આ ક્ષેત્ર દેશનાં સૌથી ગરીબ સમુદાયોનું નિવાસ સ્થાન છે. જેમાં અનેક રાજ્યવિહીન અને સ્વદેશી જૂથ સામેલ છે. પોલીસનાં જણાવ્યા અનુસાર આગને કારણે ૯૦૦૦થી વધુ લોકોને અસર થઇ છે.
મલેશિયામાં ભીષણ આગ : 1000 મકાનો બળીને ખાક, 9000 લોકો બેઘર


