World

ફિલિપાઈન્સમાં મુસાફરોથી ભરચક બોટમાં ભીષણ આગ, 5 લોકોના મોત, 80થી વધુ ગુમ

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
ફિલિપાઈન્સના પલાવાન ટાપુ નજીક ફેરીમાં ભીષણ આગ લાગતા હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. કોસ્ટ ગાર્ડે 43 લોકોને બચાવ્યા છે. દરિયાકિનારાથી 2.2 કિ.મી. દૂર બનેલી આ ઘટનામાં મૃતદેહો કિનારે લાવવામાં આવ્યા હતા. ફેરીમાં 134 મુસાફરો હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલિપાઈન્સમાં મુસાફરોથી ભરચક બોટમાં ભીષણ આગ, 5 લોકોના મોત, 80થી વધુ ગુમ

Philipines Ferry Fire : ફિલિપાઈન્સમાં એક બોટમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાંચ લોકો મૃત્યુ પામી ગયાતો 80થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડના અહેવાલો અનુસાર બુધવારે રાતે પશ્ચિમ વિસ્તારના પલાવાન ટાપુ નજીક એક ફેરીમાં આગ લાગી ગઇ હતી જેમાં 5 લોકોના મોત તો અનેક લોકો ગુમ થઈ ગયા હતા. આ દરમિયાન બોટમાંથી 43 લોકોને બચાવાયાની માહિતી પણ સામે આવી હતી.

કોસ્ટ ગાર્ડે જારી કરેલી ફૂટેજમાં જહાજના અમુક ભાગમાં આગ ભડકતી દેખાઈ રહી છે તો બીજી બાજુ રેસ્ક્યૂ કરનારા લોકો મૃતદેહોને બેગમાં લઈ જતા દેખાઈ રહ્યા છે. જોકે આગ લાગી ત્યારે ફેરીમાં કેટલા લોકો સવાર હતા કે કેટલા લોકો ગુમ છે તેને લઈને સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. દરિયા કિનારે લગભગ 2.2 કિ.મી. દૂર આ આગની ઘટના બની હતી. પાંચ લોકોના મૃતદેહો તો મળી આવ્યા હતા જેને કિનારે લવાયા હતા. જોકે જહાજ પર જનારા લોકોની રેકોર્ડબુક અનુસાર આ જહાજમાં 134 મુસાફરો હોવાની આશંકા છે.