'થેન્કસ-ગિવિંગ-ડે'ના દિવસે જ યુ.એસ.માં પ્રચંડ ચક્રવાત : 10 લાખ વીજળી વિનાના : 454 ફલાઇટ્સ રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લાખ્ખો લોકોને સલામત સ્થળે ફેરવવા પડયા હતા
- અમેરિકાના પૂર્વ કિનારે કલાકના ૧૧૨ કિ.મી.ની ઝડપે ચક્રવાત ત્રાટક્યો : ન્યૂયોર્કની પરંપરાગત મેકીઝ થેંક્સ ગિવિંગ ડે પેરેડ ૧૦૦ વર્ષમાં પહેલી જ વાર રદ કરાઈ
વોશિંગ્ટન, ન્યુયોર્ક : 'થેંક્સ-ગિવિંગ-ડે'ના દિવસે જ અમેરિકાના પૂર્વ તટે કલાકના ૧૧૨ કી.મી.ની ઝડપે ચક્રવાત ત્રાટકતાં, ન્યૂયોર્કની પરંપરાગત મેકીઝ-થેંક્સ-ગિવિંગ-ડે પેરેડ ૧૦૦ વર્ષમાં પહેલી જ વાર રદ કરવી પડી હતી. આ ચક્રવાતને લીધે અનેક વૃક્ષો ઉખડી ગયા હતા, અને વીજળીનાં થાંભલા પણ તૂટી જતાં ૧૦ લાખ લોકો વીજળી વિનાના રહ્યા હતા.
ગુરૂવારે (અમેરિકી સમય પ્રમાણે) ૪૫૪ જેટલી ફલાઇટ્સ રદ કરવી પડી હતી, અને ૨,૪૧૧ ફલાઈટ્સ મોડી થઈ હતી.
આ પ્રચંડ ચક્રવાતને પરિણામે ન્યૂયોર્કથી વોશિંગ્ટન સુધીનાં તમામ એરપોર્ટસ બંધ કરવા પડયાં હતાં અને આ ચક્રવાત સાથે થયેલા મૂશળધાર વરસાદને લીધે અમેરિકાનો પૂર્વ તટ જળમગ્ન બની ગયો હતો.
સવારે ૯.૫૬ કલાકે આ ચક્રવાત પૂર્વ તટે ન્યૂયોર્ક અને વોશિંગ્ટન વચ્ચે ત્રાટક્યો હતો.
આ ચક્રવાતને લીધે પેન્સીલવાનિયામાં આશરે ૨૦,૭૦૦૦, ૧,૭૯,૦૦૦, લોકોને ન્યૂજર્સીમાંથી મેરીલેન્ડમાંથી ૧,૦૬,૦૦૦ અને વર્જિનિયામાં તથા ૧ લાખ મિસુરીમાં અને ૬૮,૦૦૦ને ન્યૂયોર્ક સ્ટેટમાં વિસ્થાપિત કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
વર્જિનિયા, મેરીલેન્ડ, ડેલ્વર, ન્યૂજર્સી, ન્યૂયોર્ક અને કોસ્ટલ ન્યૂ ઈંગ્લેન્ડમાં પણ અનરાધાર વર્ષા અને જળબંબાકાર પરિસ્થિતિમાંથી સલામત સ્થળોએ ફેરવવા પડયાં હતા. શુક્રવારે પણ પૂર્વના સમગ્ર તટ ઉપર ૨૫થી ૩૫ માઇલ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન ખાતાંએ ચેતવણી આપી હતી.
ન્યૂયોર્કનાં 'સીટી ઇમર્જન્સી મેનેજમેન્ટે' જણાવ્યું હતું કે, ગુરૂવારે બપોર પછી પવન અને વર્ષાનું જોર વધ્યું હતું. છેલ્લાં ૧૦૦ વર્ષમાં જોવા ન મળ્યું હોય તેવું એ તોફાન હતું.
ગુરૂવારે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફલોરિડાને ૧૦૦ મિલિયન ડોલરની ફેડરલ રીઝર્વમાંથી સહાય કરવાની જાહેરાત કરી હતી. જે આ ચક્રવાત ઉપરાંત તે પૂર્વે પણ થયેલા હરિકેન 'ઈઝેયાસ'ને પરિણામે થયેલાં નુકસાન માટેની આપૂર્તિ સમાન છે.




