World

માર્ક ઝકરબર્ગે કીચેઈનની સાઈઝનું Muse AI આસિસ્ટન્ટ લોન્ચ કર્યું

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં મેટાના CEO માર્ક ઝકરબર્ગે AI સુપરપાવર બનવા મ્યુસ AI આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે. આ કીચેઈન-સાઈઝ ડિવાઈસમાં 2 ઈંચની ટચસ્ક્રીન અને બિલ્ટ-ઈન 5G છે. ફોન ખોલ્યા વિના AI સાથે વાતચીત કરી શકાશે. આ ડિવાઈસ આસપાસની સચોટ માહિતી આપશે. આ લોન્ચથી ઝકરબર્ગની નેટવર્થમાં $25 બિલિયનનો ઉછાળો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માર્ક ઝકરબર્ગે કીચેઈનની સાઈઝનું Muse AI આસિસ્ટન્ટ  લોન્ચ કર્યું
  • લગભગ ૨ ઈંચની નાનકડી ટચસ્ક્રીન
  • બિલ્ટ-ઈન 5-G હોવાથી ફોન ખોલ્યા વગર AI સાથે વાતચીત થઈ શકશે : આસપાસની માહિતી આપશે

કેલિફોર્નિયા : મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સ સુધી મર્યાદિત ન રહીને કંપનીને એઆઈ સુપરપાવર બનાવવા મથી રહ્યા છે. આ માટે જ તેમણે મ્યુસ રેન્જના અલગ અલગ ડિવાઈઝને લોન્ચ કરવાના શરૂ કર્યા છે. આ શ્રેણીમાં કીચેઈન સાઈઝનું મ્યુસ એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે. આ ડિવાઈઝ એપલ એરપોડ્સના કેસની સાઈઝ જેટલું જ છે.
૨ઈંચની ટચસ્ક્રીન ધરાવતા ડિવાઈઝમાં બિલ્ટ-ઈન ૫-જી છે. જેથી એપ ખોલ્યા વિના જ એઆઈ સાથે કનેક્ટ કરી શકાય છે. તેનો મુખ્ય ઉપયોગ વોઈસથી એઆઈ સાથે વાતચીતનો છે. માર્ક ઝકરબર્ગે કર્યું કે, સ્માર્ટ ચશ્માં ન પહેર્યા હોય ત્યારે આ ડિવાઈસ ઉપયોગી બનશે. તે આસપાસના વિસ્તારની સચોટ માહિતી આપશે. મેટાએ મ્યુસને રિયલ ટાઈમ વોઈસ અને અવતારને એક નાનકડા ડિવાઈસમાં પેક કર્યો છે.
સામાન્ય રીતે એઆઈને કોઈપણ સવાલ પૂછવા ફોન કાઢવો પડે, એપ ખોલવી પડે. તેના ઉપરના ખૂણામાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેને ટેપ કરતા ફોન અનલોક કર્યા કે એપ ખોલ્યા વિના મેટાના એઆઈ સાથે વાતચીત થઈ શકે છે. આ ડિવાઈસ કે જેને ખિસ્સામાં રાખી શકાય છે અથવા કીચેઈન સાથે લગાવી શકાય છે જેથી તે હંમેશા સાથે રહે છે.

  • ઝકરબર્ગની નેટવર્થમાં ૨૫ બિલિયન ડોલરનો ઉછાળો

મ્યુસ ચાર્મના લોન્ચ બાદ સૌથી વધુ ફાયદો માર્ક ઝકરબર્ગને થયો. રિપોર્ટ મુજબ, રોકાણકારોને મ્યુસ એઆઈ પસંદ આવ્યું. જેથી તેમની નેટવર્થમાં પણ ઉછાળો થયો. મ્યુસના નવા ડિવાઈઝના લોન્ચિંગની જાહેરાત સાથે જ ૨૨ સપ્ટેમ્બરના રોજ તેમની સંપત્તિમાં ૨૫ અબજ ડોલરનો વધારો થયો હતો. તે દિવસે તેમની અંદાજિત નેટવર્થ વધીને ૨૫૩.૬ બિલિયન ડોલર થઈ હતી.
આ લોન્ચિંગ બાદ તેમની નેટવર્થમાં વધારો જોવા મળ્યો હતો. ૨૪ સપ્ટેમ્બરના રિયલ ટાઈમ બિલ્યોનેર્સ ઈન્ડેક્સ મુજબ, તેમની નેટવર્થ આશરે ૨૫૫.૧ અબજ ડોલર હતી.