ઈરાનની 'કિલ લિસ્ટ'માં મેલોની ! ટ્રમ્પ બીજા નંબરે તો પહેલા નંબરે કોણ? ટાર્ગેટ લિસ્ટમાં 13 નામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Target Kill List : ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના મોતનો બદલો લેવાની ઈરાન પહેલા જ જાહેરાત કરી ચૂક્યું છે. ઈરાને દુનિયાના મોટા નેતાઓનું હિટ લિસ્ટ જાહેર કર્યુ છે, જેમાં પહેલા નંબર પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નથી. આ હિટ લિસ્ટમાં (પ્રથમ નંબર પર) ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ છે. આ સિવાય ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ આ યાદીમાં છે.
13 મોટા લીડર્સના નામ સામેલ
ઈરાનના સરકારી અખબાર 'હમશહરી' એ પોતાના ફ્રન્ટ પેજ પર દુનિયાના 13 સૌથી મોટા અને શક્તિશાળી નેતાઓનું એક ટાર્ગેટ લિસ્ટ છાપીને સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. અખબારે આ યાદીને અત્યંત આક્રમક અંદાજમાં રજૂ કરી છે. તેણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત દુનિયાના ટોચના નેતાઓની તસવીરોને કોઈ કેદીના પોશાકમાં દર્શાવી છે. અખબારના પહેલા પાના પર મોટા અને સ્પષ્ટ અક્ષરોમાં એક ખુલ્લી ચેતવણી તરીકે લખવામાં આવ્યું છે કે 'બદલો નક્કી છે'.
હિટ લિસ્ટમાં જ્યોર્જિયા મેલોની પણ સામેલ
આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ સિવાય બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ સામેલ છે.
આ નેતાઓને ખામેનેઈના મોત માટે જવાબદાર ગણાવાયા
ઈરાનના આ સરકારી અખબારે ઈઝરાયેલ, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઈટાલીના આ તમામ મોટા નેતાઓને સીધા જ પોતાના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. આ લિસ્ટ સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તણાવ ખૂબ જ વધી ગયો છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
ઈરાને યુરોપીયન દેશો પર આરોપ લગાવ્યો છે કે, તેઓ યુદ્ધ દરમિયાન તેના વિસ્તાર પર થયેલા હુમલાની નિંદા કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ દેશો અમેરિકી સૈન્ય વિમાનોને પોતાના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) માંથી પસાર થવાની મંજૂરી આપીને, આ હુમલાઓમાં સામેલ રહ્યા હતા. યુદ્ધ શરૂ થયા પછી મોજતબા ખામેનેઈ જાહેરમાં જોવા મળ્યા નથી. અહેવાલો અનુસાર, જે હુમલામાં તેમના પિતા માર્યા ગયા હતા, તેમાં તેઓ પણ ઘાયલ થયા હતા.









