ટ્રમ્પ અને તેમના સંરક્ષણ મંત્રી મોટી મુશ્કેલીમાં ફસાયા, 11 લોકોની 'હત્યા'નો આરોપ લાગ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: Instagram @petehegseth |
Donald Trump: વેનેઝુએલાથી ડ્રગ્સને અમેરિકા આવવાની સામે અભિયાન ચલાવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. આ મામલો 2 સપ્ટેમ્બરે એક બોટ પર અમેરિકન હુમલાની સાથે શરૂ થયો હતો. અમેરિકન સરકારના જણાવ્યા અનુસાર, આ બોટમાં ડ્રગ્સ હતું અને તેને અમેરિકામાં લાવવામાં આવી રહી હતી. પરંતુ, હવે આ મામલે નવા અહેવાલ સામે આવ્યા છે, જે અનુસાર જે બોટ પર હુમલો કરી ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તે અમેરિકા જઈ જ નહોતી રહી.
બોટ પર હુમલો, 11 લોકોના મોત
અમેરિકન ન્યૂઝ મીડિયાના અહેવાલ અનુસાર, આ ઓપરેશનની કમાન સંભાળનારા એડમિરલે સેનેટર્સને જણાવ્યું કે, આ બોટ દક્ષિણ અમેરિકન દેશ સુરીનામ તરફ જતા મોટા જહાજ તરફ જઈ રહી હતી. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકન નૌકાદળના હુમલામાં તેમાં સવાર 11 લોકો માર્યા ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો હુમલાનો વીડિયો
ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, "આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે વેનેઝુએલાથી આ ઓળખાયેલા નાર્કો-આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય જળસીમા પાર કરીને અમેરિકા તરફ ડ્રગ્સ (એક ઝેર જે અમેરિકનોને મારી નાખે છે!) લાવી રહ્યા હતા. આ હિંસક ડ્રગ-તસ્કરી કરનારા કાર્ટેલ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને મહત્ત્વપૂર્ણ અમેરિકન હિતો માટે જોખમ છે. આ હુમલામાં ત્રણ પુરુષ આતંકવાદીઓ માર્યા ગયા."
આ પણ વાંચોઃ અલાસ્કા-કેનેડાની સરહદે 7.0ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની આશંકાને પગલે લોકો ભયભીત
અહેવાલો અનુસાર, એડમિરલે જણાવ્યું કે, બોટ બીજા જહાજ તરફ જઈ રહી હતી. પરંતુ, નૌકાદળ તેની ઓળખ કરી શકી નહીં. જોકે, એ વાતની સંભાવના છે કે, બોટ સૂરીનામથી અમેરિકા તરફ જઈ શકતી હતી. પરંતુ, સામાન્ય રીતે સૂરીનામથી જતા ડ્રગ્સના રસ્તા યુરોપ તરફ જાય છે.
ટ્રમ્પ અને હેગસેથ પર દબાણ
આ અહેવાલ બાદ યુએસ સેક્રેટરી ઑફ વૉર (સંરક્ષણ મંત્રી) પીટ હેગસેથની ભૂમિકા હવે તપાસ હેઠળ આવી ગઈ છે. કારણ કે, તેમણે આ બોટને ઉડાડી દેવાનો આદેશ આપ્યો હતો. અહેવાલ અનુસાર, એડમિરલે સાંસદોને જણાવ્યું કે, તેમની સમજ અનુસાર મિશનનું લક્ષ્ય તમામ 11 લોકોને મારી નાંખવા અને બોટને ડૂબાડી દેવાનો હતો. જેના કારણે હવે હેગસેથ પર આખો વીડિયો ફૂટેજ જાહેર કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, હેગસેથ હાલ સિગ્નલ ચેટના માધ્યમથી અમેરિકન સૈનિકોના લોકેશનને હૂથી ઉગ્રવાદીઓ સામે સાર્વજનિક કરવાના આરોપનો પણ સામનો કરી રહ્યા છે. એવામાં આ મામલે ખુલાસો થવાથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.









