World

ફિલિપાઇન્સમાં મોટી દુર્ઘટના, એરફોર્સના બે વિમાનો ટકરાતા ચાર પાયલટના મોત

By GS Team
24 Oct 20261 min read
TukuTouch Logo
ફિલિપાઈન્સમાં 23 ઓક્ટોબરે બપોરે ફિલિપાઈન્સ એરફોર્સના 2 SF-260 વિમાનો ટ્રેનિંગ દરમિયાન હવામાં ટકરાયા હતા. આ દુર્ઘટનામાં 4 પાયલટના મોત થયા હતા. PAFએ શોક વ્યક્ત કરી, પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. હાલ SF-260 વિમાનો ગ્રાઉન્ડેડ કરાયા છે અને તપાસ ચાલુ છે. સદનસીબે કાટમાળ બેઝમાં પડતાં નાગરિકોને કોઈ નુકસાન થયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલિપાઇન્સમાં મોટી દુર્ઘટના, એરફોર્સના બે વિમાનો ટકરાતા ચાર પાયલટના મોત

Philippine Air Force : ફિલિપાઈન્સમાં એક દુઃખદ ઘટના બની. 23 ઓક્ટોબર બપોરના સમયે ફિલિપાઇન્સ એરફોર્સ (PAF)ના બે વિમાન પરસ્પર ટકરાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હવામાં ટ્રેનિંગ દરમિયાન જ આ વિમાનો ટકરાતા ચાર પાયલટ મૃત્યુ પામી ગયા.

આ ઘટનાની પુષ્ટી કરતાં પીએએફએ ગાઢ શૉક વ્યક્ત કર્યો હતો અને રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે રવાના કરી હતી. આ સાથે પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં તેમની સુરક્ષા અને સહાય વિશે પ્રાથમિકતા વ્યક્ત કીર હતી. હાલમાં એસએફ-260 વિમાનોને સાવચેતીપૂર્વક ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યા છે. તપાસ પણ ચાલી રહી છે.

આ ઘટના ટ્રેનિંગ સમયે જ સર્જાઈ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે આ બંને વિમાનો હવામાં જ ટકરાયા હતા. જોકે વિમાનનો કાટમાળ બેઝની અંદર જ પડતાં કોઈ નાગરિકોની મોટી જાનહાનિ થઈ નહોતી.