World

પાકિસ્તાનના હોસ્પિટલમાં મોટો અગ્નિકાંડ: AC નું કોમ્પ્રેસર ફાટતાં 15 નવજાત બાળકોના કરુણ મોત!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં PIMS હોસ્પિટલના ગાયનેકોલૉજી વોર્ડમાં બુધવારે સવારે 7 વાગ્યે AC કમ્પ્રેસર ફાટતા ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં 15 નવજાત બાળકોના કરુણ મોત નીપજ્યાં, જ્યારે એક બાળકનો બચાવ થયો. રેસ્ક્યૂ ટીમે આગ પર કાબૂ મેળવી કૂલિંગ ઓપરેશન હાથ ધર્યું. આ ઘટનાની તપાસ માટે સમિતિ રચાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના હોસ્પિટલમાં મોટો અગ્નિકાંડ: AC નું કોમ્પ્રેસર ફાટતાં 15 નવજાત બાળકોના કરુણ મોત!

Massive Fire In Islamabad Hospital: પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ઘટી છે. બુધવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS)ના ગાયનેકોલૉજી વોર્ડમાં આગ લાગતાં 15 નવજાત બાળકોનાં કરુણ મોત નીપજ્યાં છે. PIMS અધિકારીઓએ જણાવ્યુંકે, આગ લાગી તે સમયે નર્સરીમાં 16 નવજાત બાળકો હતાં, જેમાંથી માત્ર એક જ બાળકનો બચાવ કરી શકાયો હતો. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ આગ નર્સરીની અંદર ACનુંનું કમ્પ્રેસર ફાટવાના કારણે લાગી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આગ સવારે લગભગ 7:00 વાગ્યે લાગી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, આ સાથે જ કૂલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાને પગલે હોસ્પિટલની નવજાત શિશુ અને મેટરનિટી સુવિધાઓમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

15 નવજાત બાળકોના કરુણ મોત

રેસ્ક્યૂ ઓપરેશન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, 'રાજધાની સ્થિત હોસ્પિટલની નર્સરીમાં વહેલી સવારે એર-કન્ડીશનરનું કમ્પ્રેસર ફાટતાં આ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને ટીમ દ્વારા ઘટનાસ્થળે કૂલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.' જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ, MCH વોર્ડના ત્રીજા માળે લાગેલી આગમાં 15 બાળકો ગંભીર રીતે દાઝી ગયાં હતાં.

જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ અને ચાર એમ્બ્યુલન્સ સામેલ હતી. આ ઘટનાની તપાસ માટે એડિશનલ ડેપ્યુટી કમિશનરના અક્ષ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.