મોટી દુર્ઘટના ટળી! રન-વે પર સામસામે આવ્યા બે વિમાન, સિડનીમાં 100થી વધુ મુસાફરોના જીવ તાંતણે બંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

jetstar qatar airways collision avoided: સિડની ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. ટેકઓફની તૈયારી કરી રહેલા જેટસ્ટારની એરબસ A320 અને કતર એરવેઝનું બોઇંગ 777 વિમાન અચાનક એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા. જોકે, ટક્કરની સ્થિતિ ઊભી થતાં જેટસ્ટારના પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી, જેનાથી 100થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત, મુસાફરો સુરક્ષિત
આ ઘટના સવારે લગભગ 7 વાગ્યે બની હતી, જ્યારે જેટસ્ટારની ફ્લાઇટ JQ 402 ગોલ્ડ કોસ્ટ માટે ઉડાન ભરવા ટેક્સીવે પર આગળ વધી રહી હતી. તે જ સમયે કતર એરવેઝના વિમાનને ટગ એટલે કે વિમાનને ખેંચવા વાળા વાહન દ્વારા ક્રોસિંગ ટેક્સીવે પરથી લઈ જવામાં આવી રહ્યું હતું. અચાનક બ્રેક લાગવાના કારણે પ્લેનમાં ઝટકો લાગ્યો હતો, જેના લીધે જેટસ્ટારના કેબિન ક્રૂનો એક સભ્ય ઈજાગ્રસ્ત થયો હતો, જેને તબીબી સારવાર આપવી પડી હતી. રાહતની વાત એ હતી કે, કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી.
તપાસ શરૂ અને સુરક્ષા પર સવાલો
ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો (ATSB) અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ આ ગંભીર બેદરકારીની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ અનુસાર કતર એરવેઝના પ્લેનને ખેંચનારા ટગ ઓપરેટરથી ATCના નિર્દેશોનું પાલન કરવામાં ચૂક થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આ ફ્લાઈટ રદ કરીને તમામ મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.









