એવો દેશ જ્યાં ફક્ત 100 પોલીસકર્મી, જેલો પણ ખાલી પડી છે, કામ વગર લોકો કરે છે કમાણી
Liechtenstein Country History : સ્વિત્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલો લિકટેનસ્ટેઈન દેશ એ દક્ષિણ-મધ્ય યુરોપમાં આવેલો એક નાનો, સુંદર અને અનોખો દેશ છે. આ દેશ બેવડા ભૂમિબદ્ધ દેશ તરીકે ઓળખાય છે, એટલે કે તે પોતે જમીનથી ઘેરાયેલો છે અને તેના પડોશી દેશો પણ જમીનથી ઘેરાયેલા છે.
લિક્ટેનસ્ટેઈન દેશની કોઈ ભાષા પણ નહીં અને ચલણ પણ નહીં
લિક્ટેનસ્ટેઈન દેશની પોતાની ભાષા નથી અને પોતાનું ચલણ પણ નથી, તેમ છતાં તે વિશ્વના સમૃદ્ધ અને સમૃદ્ધ દેશોમાં ગણાય છે. અહીં લોકો સ્વિસ ફ્રેંકનો ઉપયોગ કરે છે અને મોટાભાગના લોકો જર્મન બોલે છે. અહીં ક્રાઈમ રેટ એટલો ઓછો છે કે, સમગ્ર દેશની 30000 વસ્તી સંભાળવા માટે ફક્ત 100 પોલીસ અધિકારીઓ છે અને માત્ર સાત લોકો જેલમાં છે. આ દેશના લોકોને કમાવવા માટે નોકરી કે કામની પણ જરૂર નથી. અહીં લોકો રિયલ એસ્ટેટ, રાજવી ઘર, પર્યટન અને અન્ય વ્યવસાયોમાંથી કમાણી કરે છે.
એક પણ એરપોર્ટ નથી
કુદરતી સૌંદર્યથી ભરેલા લિક્ટેનસ્ટેઈન દેશના લોકો ખૂબ ખુશ છે. લોકો પોતાનો મોટાભાગનો સમય મુસાફરી અને મોજમજા કરવામાં વિતાવે છે. આ દેશની ગણતરી સૌથી સુરક્ષિત અને ધનિક દેશોમાં થાય છે. તમે જાણીને આશ્ચર્ય પામશો કે, દેશ આટલો બધો સમૃદ્ધ હોવા છતાં તેની પાસે એકપણ એરપોર્ટ નથી. આવી સ્થિતિમાં લોકોને વિદેશ પ્રવાસ માટે નજીકના દેશમાંથી ફ્લાઈટ કરવી પડે છે. અહીંના લોકો મહેનત કર્યા વિના એટલું બધું કમાય છે કે, તેઓ પોતાનું આખું જીવન આનંદથી માણી શકે છે. આ દેશ પર દેવું પણ નથી અને નાગરિકો પાસેથી ટેક્સ પણ લેવાતો નથી.
આ પણ વાંચો : ટ્રમ્પ ભારતીયોના સપના ચકનાચૂર કરી નાખશે? H-1B વિઝાની પરીક્ષા આકરી બનાવવાની તૈયારીમાં
અનેક ચીજવસ્તુઓની કરે છે નિકાસ
આશરે 160 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો લિક્ટેનસ્ટેઈનની રાજધાનીનું નામ વાડુઝ છે. દેશના પૂર્વ અને દક્ષિણ ભાગો હિમાચ્છાદિત શિખરોવાળા આલ્પ્સ પર્વતોથી ઘેરાયેલા છે. દેશનું અર્થતંત્ર 1950 પહેલા મુખ્યત્વે ખેતી પર આધારિત હતું, પરંતુ ત્યારબાદ તે એક સમૃદ્ધ ઔદ્યોગિક દેશ બની ગયો છે અને વિશ્વના સૌથી ઊંચા જીવનધોરણ ધરાવતા દેશોમાંનો એક છે. અહીંથી સિરામિક્સ, સુતરાઉ કાપડ, ઉષ્માજનક ઉપકરણો, ઔષધો, ચોકસાઈવાળાં સાધનો, ટપાલ ટિકિટો, માઇક્રોચિપ્સ, દાંતની પેદાશો, નાની યંત્રસામગ્રી અને પ્રક્રમિત ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને નિકાસ થાય છે.
અનાજ અને શાકભાજીનું વાવેતર
લિકટેનસ્ટેઈન એક મહત્વપૂર્ણ નાણાકીય કેન્દ્ર પણ છે. અહીં વિદેશી કંપનીઓ દ્વારા સ્થાપિત વ્યવસાયો પર સરકાર કર નાખીને આવક મેળવે છે. અહીં કોર્પોરેટ કર દર પ્રમાણમાં ઓછો છે, જે વિદેશી કંપનીઓને આકર્ષે છે. ઊંચાઈ પર આવેલા મેદાની પ્રદેશોમાં પશુપાલન થાય છે. ઢોળાવો પર દ્રાક્ષ અને અન્ય ફળો ઉગાડવામાં આવે છે, જ્યારે રહાઇન નદીની ખીણમાં ઘઉં, મકાઈ, બટાટા અને શાકભાજીનું વાવેતર થાય છે. દેશમાં બે જળવિદ્યુત મથકો આવેલા છે, અને વધારાની વીજળી સ્વિટ્ઝર્લૅન્ડને વેચવામાં આવે છે.
આ પણ વાંચો : થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયરની જાહેરાત, અમેરિકા નહીં મલેશિયાએ કર્યો દાવો