પોતાનું છેલ્લું પુસ્તક 'આદમ એન્ડ ઇવ' પ્રસિધ્ધ થવાના થોડા દિવસ પૂર્વે જ મહાન લેખક જેફ્રી આર્ચરનું નિધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તેઓનાં પુસ્તકો 'કેન એન્ડ એવલ' તથા 'કિલફટન ક્રોનિકલ્સ' જગવિખ્યાત છે, તેઓની છેલ્લી નવલકથા 'આદમ એન્ડ ઇવ' પ્રસિધ્ધ થવામાં છે
લંડન : મહાન બ્રિટિશ સાહિત્યકાર જેફ્રી આર્ચરનું ૮૬ વર્ષે નિધન થયું છે. તેઓના પબ્લિશર હાર્પર કોલિન્સે જણાવ્યું હતું કે તેઓ સોમવારે એકાએક પરંતુ શાંતિથી નિધન પામ્યા હતા. તેઓનું છેલ્લું પુસ્તક 'આદમ એન્ડ ઇવ' પ્રસિધ્ધ થવાનું છે. તે પૂર્વે માત્ર થોડા જ દિવસે તેઓનું નિધન થયું હતું. તેઓ ઘરે બેસી લખતા હતા. તે દરમિયાન અચાનક નિધન પામ્યા. વાસ્તવમાં આ સપ્તાહે યોજાનારા ચેલીનહામ લિટરરી ફેસ્ટિવલમાં તેઓ જવાના હતા અને ત્યાં વક્તવ્ય પણ આપવાના હતા. જેમાં તેઓ તેમની ૫૦ વર્ષની સાહિત્ય-યાત્રા વિષે પણ બોલવાના હતા. તેઓના એડિટર કેટ ઇલ્ટને તેઓને માસ્ટર સ્ટોરી ટેલર તથા એડીટર્સ-ડ્રીમ સમાન કહ્યા હતા.
આ લેખકની ૫૦ વર્ષની સાહિત્ય યાત્રા દરમિયાન તેઓએ લખેલા પુસ્તકો બ્રિટન ઉપરાંત વિદેશોમાં પણ ઘણા જ લોકપ્રિય છે. તેઓનાં પુસ્તકોમાં મહત્વકાંક્ષા, પ્રતિદ્વદ્વિતા, કૌટુંબિક સંબંધો અને અણ ચિંતવ્યા વળાંકો, વાચકને જકડી રાખે છે. તેમનાં પુસ્તકોમાં કથા અસ્ખલિત પ્રવાહની જેમ વહેતી જોવા મળે છે. સાથે, કથાનાં પાત્રો પણ અસામાન્ય સામર્થ્ય દર્શાવે છે. આર્ચરના પુસ્તકોની તો યાદી ઘણી લાંબી છે. તે પૈકી કેન એન્ડ એવલ (૧૯૭૯), એક જ જગતની બે જુદા જુદા ભાગોમાં અને બે જુદા જુદા સંયોગોમાં રહેતા બે માનવીઓની કથા કહે છે. તે પુસ્તક અંગ્રેજી પુસ્તકો પૈકીનું એક 'બેસ્ટ સેલર' છે. તેઓના 'આદમ એન્ડ ઇવ' પબ્લિશ થવાની સાહિત્ય રસિકો રાહ જુવે છે.
આવા મહાન લેખકનાં નિધનથી અંગ્રેજી સાહિત્યનો એક તેજસ્વી તારક ખરી પડયો છે.




