World

અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં હિઝબુલ્લાહને પડવું ભારે પડ્યું, લેબેનૉને કરી મોટી કાર્યવાહી

By GS TEAM
3 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ ચાલી રહ્યા છે. શનિવારથી શરુ થયેલા આ યુદ્ધમાં ઈરાન વેરવિખેર થઈ ગયું છે. અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ એવું માનવામાં આવતું હતું કે ઈરાન નબળું પડી જશે, પરંતુ હવે ઈરાનના સૌથી શક્તિશાળી સાથી ‘હિઝબુલ્લાહ’એ યુદ્ધમાં એન્ટ્રી કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ કારણે લેબેનૉન સરકારની ચિંતા વધી ગઈ છે અને સરકારે તાત્કાલિક હિઝબુલ્લાહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં હિઝબુલ્લાહને પડવું ભારે પડ્યું, લેબેનૉને કરી મોટી કાર્યવાહી

Lebanon Bans Hezbollah Military Operations Amid Israel-Iran War : અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ ચાલી રહ્યા છે. શનિવારથી શરુ થયેલા આ યુદ્ધમાં ઈરાન વેરવિખેર થઈ ગયું છે. અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ એવું માનવામાં આવતું હતું કે ઈરાન નબળું પડી જશે, પરંતુ હવે ઈરાનના સૌથી શક્તિશાળી સાથી ‘હિઝબુલ્લાહ’એ યુદ્ધમાં એન્ટ્રી કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ કારણે લેબેનૉન સરકારની ચિંતા વધી ગઈ છે અને સરકારે તાત્કાલિક હિઝબુલ્લાહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

હિઝબુલ્લાહ પર પ્રતિબંધ

હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે વિવાદ ઊભો થયાની માહિતી સામે આવતાં જ લેબેનૉન સરકારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઈરાનનું સમર્થન કરનાર આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના તમામ સૈન્ય અને સુરક્ષા કામગીરી પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. સરકારે હિઝબુલ્લાહને તમામ હથિયારો પરત આપી દેવાનો પણ આદેશ આપ્યો છે. હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયલ પર ડ્રોન અને રોકેટથી હુમલા કરવામાં આવ્યા બાદ સરકારે તેના પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ફફડ્યું! કહ્યું- અમે ભારત સાથે વાતચીત માટે તૈયાર

‘માત્ર લેબેનૉની સેના પાસે જ હથિયારો રાખવાનો અધિકાર’

બેઠક બાદ લેબેનૉનના વડાપ્રધાન નવાફ સલામે કહ્યું કે, જે દેશ માન્ય સંસ્થાઓ અને સેનાના નિયંત્રણથી બહાર છે, તેનું લેબેનૉન સરકાર ક્યારે સમર્થન નહીં કરે. વડાપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદી સંગઠનોને સંદેશ આપ્યો છે કે, માત્ર લેબેનૉની સેના પાસે જ હથિયારો રાખવાનો અને સૈન્ય કાર્યવાહી કરવાનો અધિકાર છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે હિઝબુલ્લાહે પોતાના તમામ હથિયારો સરકારને પરત કરવા પડશે. કોઈપણ બહારના યુદ્ધમાં લેબેનૉનને ન ઘસેડવામાં આવે. સરકારનું માનવું છે કે, સરકાર અને સેનાની બહારના સશસ્ત્રધારી જૂથોના કારણે દેશના સાર્વભૌમત્વ અને દેશની અંદરની શાંતિ, વ્યવસ્થા અને સલામતીની સ્થિતિ માટે ખતરો ઊભો થઈ રહ્યો છે.