World

ઇઝરાયલના હુમલામાં તબાહ થઈ ગયા લેબનાનના ઘર, હિઝબુલ્લાહ આપશે 14 હજાર ડૉલરનું વળતર

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયલ સાથેના યુદ્ધમાં લેબનાનના તબાહ થયેલા ઘરોના પરિવારોને હિઝબુલ્લાહે આર્થિક મદદની જાહેરાત કરી છે. હિઝબુલ્લાહની કાર્યકારી પરિષદના પ્રમુખ અલી દામૌશે સરકાર પર વિસ્થાપિતોને મદદ ન કરવાનો આરોપ લગાવ્યો. બેરૂત અને દક્ષિણ ઉપનગરોમાં $14,000, જ્યારે અન્ય વિસ્તારોમાં $12,000 અપાશે. આમાંથી $8,000 ફર્નિચર માટે અને બાકી ભાડા માટે છે, જે ઈરાન તરફથી આવ્યા હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇઝરાયલના હુમલામાં તબાહ થઈ ગયા લેબનાનના ઘર, હિઝબુલ્લાહ આપશે 14 હજાર ડૉલરનું વળતર

Hezbollah Financial Compensation Lebanon War: ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન લેબનાનમાં જે પરિવારોના ઘરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે, અથવા રહેવાલાયક નથી બચ્યા, તેમને હિઝબુલ્લાહે આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. હિઝબુલ્લાહની કાર્યકારી પરિષદના પ્રમુખે પ્રભાવિત પરિવારોને 14,000 અમેરિકી ડૉલર સુધીની મદદ આપવાની જાહેરાત કરી છે. જોકે, આ યોજનાથી કુલ કેટલા પરિવારોને ફાયદો થશે તેની માહિતી આપવામાં આવી નથી.

લેબનાન સરકાર પર ગંભીર આરોપ

એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન હિઝબુલ્લાહની કાર્યકારી પરિષદના પ્રમુખ અલી દામૌશે લેબનાન સરકાર પર ઘણા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર વિસ્થાપિત લોકોની મદદ કરવાની પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે જણાવ્યું કે, બેરૂત અને તેના દક્ષિણ ઉપનગરોમાં જે પરિવારોના ઘર ઉજાડ્યા છે, તેમને 14,000 અમેરિકી ડૉલર આપવામાં આવશે, જ્યારે લેબનાનના બાકીના હિસ્સામાં પ્રભાવિત પરિવારોને 12,000 અમેરિકી ડૉલર મળશે.

8,000 ડૉલર ફક્ત ફર્નિચર માટે

આ કુલ રકમમાંથી 8,000 ડૉલર ફક્ત ફર્નિચર માટે છે, જ્યારે બાકીની રકમ ભાડાનો ખર્ચ ઉઠાવવાના હેતુથી આપવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ નાણાં ઈરાન તરફથી આવ્યા છે, જેણે દાયકાઓથી હિઝબુલ્લાહને અબજો ડૉલર અને હથિયારો પૂરા પાડ્યા છે. આ પગલાનો હેતુ ઈરાન સમર્થિત આ સંગઠન અને રાજકીય પક્ષના પોતાના આધાર વચ્ચે સમર્થનને મજબૂત કરવાનો છે. સાથે જ તે લેબનાન સરકાર અને અમેરિકાને પણ આહ્વાન કરે છે, જે હિઝબુલ્લાહની ફંડિંગ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પહેલીવાર હિઝબુલ્લાહ તરફથી મદદની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ સાથે થયેલા યુદ્ધો બાદ આ પહેલીવાર છે, જ્યારે હિઝબુલ્લાહ તરફથી આ પ્રકારની નાણાકીય મદદનું એલાન કરવામાં આવ્યું છે. આ યુદ્ધોમાં લેબનાનમાં 8,000 થી વધુ લોકો માર્યા ગયા હતા, અને હજારો ઘર તબાહ થઈ ગયા હતા. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મિગ્રેશનના જણાવ્યા મુજબ, યુદ્ધની ચરમસીમા પર લગભગ 1.2 મિલિયન એટલે કે 12 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. જો કે યુદ્ધવિરામ બાદ મોટાભાગના લોકો પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે, પરંતુ હજુ પણ 3,00,000 લાખ થી વધુ લોકો વિસ્થાપિત છે.