Get The App

સરમુખત્યાર કિમ જોંગનું ફરમાન, ઉત્તર કોરિયામાં મહિલાઓ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ નહીં કરાવી શકે

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
સરમુખત્યાર કિમ જોંગનું ફરમાન, ઉત્તર કોરિયામાં મહિલાઓ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ નહીં કરાવી શકે 1 - image


Kim Jong Un : ઉત્તર કોરિયામાં હવે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પર પ્રતિબંધ લગાવવામાં  આવ્યો છે. આ દેશ પહેલેથી જ રોજિંદા બાબતો પર કડક નિયમો માટે જાણીતો છે, જેમ કે, પશ્ચિમી કપડાં પહેરવા અને હેરસ્ટાઇલ રાખવી વગેરે. પરંતુ હવે આ દેશે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અને પ્લાસ્ટિક સર્જરી પર સખત કાર્યવાહી શરૂ કરી છે. અહીં એક ડૉક્ટર અને બે મહિલાઓ પર કથિત રીતે બ્રેસ્ટ સર્જરી કરવાના આરોપમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: યુક્રેનમાં રશિયાના આડેધડ હુમલા, સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટ પર ડ્રોન-મિસાઇલથી પ્રહાર

એક રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉનની સરકાર હવે આવા કેસોની દેખરેખ રાખવા માટે ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે, જેથી આ પ્રક્રિયાઓમાંથી પસાર થયેલી મહિલાઓને ઓળખવામાં આવે અને કાર્યવાહી કરી શકાય. જો કોઈ મહિલા તેના શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવશે, તો નેતાઓએ તેની જાણ પોલીસને કરવી પડશે. 

ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે સરકાર

ઉત્તર કોરિયામાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટને બિન-સમાજવાદી કાર્ય માનવામાં આવે છે અને કાયદાકીય રીતે તેના પર પ્રતિબંધ છે. હાલમાં જ ગુપ્ત રીતે આ સર્જરી કરનારા એક ડૉક્ટર પર જાહેર ટ્રાયલ ચલાવવામાં આવી હતી. એજ રીતે બે 20 વર્ષીય મહિલાઓ પર પણ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવો રિપોર્ટ છે બંને મહિલાઓ તેમના ફિગરને સુંદર બનાવવા માંગતી હતી. 

આ પણ વાંચો: 140 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જાપાનમાં કોઈ મહિલા વડાપ્રધાન બનશે, સાને તાકાઈચીના નામને મંજૂરી

ડૉક્ટર પોતાના ઘરમાં અનઅધિકૃત રીતે કરતો હતો સર્જરી

ડૉક્ટરે પોતાના ઘરમાં અનઅધિકૃત રીતે ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા સિલિકોનનો ઉપયોગ કરીને સર્જરી કરી હતી. બંને 20 વર્ષીય મહિલાઓએ તેમના શરીરના આકારને બદલવા માટે ઓપરેશન કરાવ્યું હતું. સરકાર હવે આવા કેસોમાં કડક કાર્યવાહી કરી રહી છે, શંકાસ્પદ મહિલાઓને ઓળખવા માટે પડોશી પેટ્રોલિંગ અને ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Tags :