Get The App

VIDEO : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સેનાના વાહન પર હુમલો, 10થી વધુ સૈનિકોના મોત

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સેનાના વાહન પર હુમલો, 10થી વધુ સૈનિકોના મોત 1 - image

Attack On Pakistani Army : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લાના સૌથી મોટા વ્યાપારી બજાર ઈનાયત કલાઈમાં સેનાના વાહન પર ભયાનક હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં વાહનમાં મુસાફરી કરી રહેલા 10થી વધુ પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા હોવાના અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ છે. ઘટના બાદ બજારમાં હોબાળો મચી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે પશ્તુન લડવૈયાઓએ પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવ્યો છે.

પાકિસ્તાનમાં આતંકી હુમલા વધ્યા

આતંકવાદ પર નજર રાખતી સંસ્થાઓના ડેટા મુજબ, 2025માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. મુખ્ય હુમલાઓ આતંકવાદી સંગઠનો જેવા કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં સુરક્ષા દળો, પોલીસકર્મીઓ અને ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- ‘પુતિન-ઝેલેન્સકી વચ્ચે નફરત, જોઈએ કે જો બંને સાથે બેસે તો શું થશે’

પાકિસ્તાનમાં 2025માં થયેલા પાંચ મોટા હુમલા

પાકિસ્તાનમાં 2025માં થયેલા મોટા હુમલાઓની વાત કરીએ તો

  1. જૂનમાં ઉત્તર વઝિરિસ્તાનના મીર અલી વિસ્તારમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં 13થી 16 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી હાફિઝ ગુલ બહાદુર જૂથે લીધી હતી.
  2. મેમાં બલૂચિસ્તાનના મચ્છ, કચ્છી જિલ્લામાં થયેલા બોમ્બ હુમલામાં 7 સૈનિકોના મોત થયા હતા. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
  3. ઓગસ્ટમાં બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 9 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલામાં એક પોલીસ સ્ટેશન અને સરહદી દળના સંકુલને નિશાન બનાવવામાં આવ્યા હતા.
  4. એપ્રિલમાં મસ્તુંગ વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળોના વાહનને નિશાન બનાવીને થયેલા હુમલામાં 3 સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત (IS-K) એ લીધી હતી.
  5. એપ્રિલમાં કવેટામાં માર્ગેટ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટમાં ચાર ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો શહીદ થયા હતા.

આ પણ વાંચો : ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’