Get The App

ખામેનેઈ પાસે એક જ વિકલ્પ રહ્યો છે સત્તા છોડવાનો : અમેરિકન સેનેટર ટ્રેડ ક્રૂઝ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ખામેનેઈ પાસે એક જ વિકલ્પ રહ્યો છે સત્તા છોડવાનો : અમેરિકન સેનેટર ટ્રેડ ક્રૂઝ 1 - image

- અમેરિકા કોઈ પણ ક્ષણે હુમલો કરી શકે તેમ છે

- ખોમેનેઈ રાજ ખતમ થઈ ચૂક્યું છે : પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેની વાતોમાં નહીં આવે : મધ્ય-પૂર્વમાં તંગદિલી ચરમ સીમાએ

વૉશિંગ્ટન : અમેરિકી સેનેટર ટ્રેડ- ક્રૂઝે કહ્યું છે કે, આયાતુલ્લાહ અલી ખોમેનેઈ પાસે હવે માત્ર એક જ વિકલ્પ રહ્યો છે તે છે સત્તા છોડવાનો ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ક્રૂઝે કહ્યું હતું : 'તેમનું રાજ્ય  ખતમ થઈ ગયું છે મને નથી લાગતું કે પ્રમુખ ટ્રમ્પ તેની વાતોમાં આવી જાય.'

બીજી તરફ એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા કોઈપણ ક્ષણે ઇરાન ઉપર હુમલો કરી શકે તેમ છે. ટ્રમ્પ પણ તેવો સંકેત આપી ચૂક્યા છે કે, અમેરિકા કોઈપણ ક્ષણે ઈરાન ઉપર હુમલો કરી શકે તેમ છે. અમેરિકી હુમલાની આશંકા વચ્ચે મધ્ય- પૂર્વમાં અત્યંત તંગદિલી વધી ગઈ છે. અમેરિકાએ હુમલાની તૈયારીના ભાગરૂપે ફાઇટર જેટ્સ અને પ્રચંડ યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. તે સંયોગોમાં સેનેટર ટ્રેડ ક્રૂઝે કહ્યું ફોક્સ ન્યૂઝને આપેલી આ મુલાકાતમાં કહ્યું હતું કે, ખામેનેઈ એક જ ડીલ કરી શકે તેમ છે અને તે છે 'હું અહીંથી જઈ રહ્યો છું.' ક્રૂઝે આગળ કહ્યું કે, 'તહેરાન કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે કદીયે તટસ્થ જૂથ દ્વારા ઇન્સ્પેક્શન માટે તૈયાર નથી થયું. પરમાણુ મંત્રણાઓમાં પણ ટ્રમ્પે મુકેલી શરતો સતત ફગાવતું રહ્યું છે તેથી અમેરિકા ટૂંક સમયમાં જ ઇરાન સામે લશ્કરી અભિયાન શરૂ કરશે તે નિશ્ચિત લાગે છે. જો કે, ટ્રમ્પે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લીધો. વ્હાઇટ હાઉસે પણ જાહેર કરી દીધું છે કે, પશ્ચિમ એશિયામાં અત્યારે વાયુ અને નૌ-સૈનિક સંશાધનોની ભારે તૈનાતી પછી અમેરિકા આ સપ્તાહના અંત સુધીમાં સંભવિત હુમલા માટે તૈયાર થઈ શકે છે.

એક સૂત્રે તેમ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ અંગત રીતે સૈન્ય કાર્યવાહીના પક્ષ- વિપક્ષ બંને તરફ તર્ક કરી ચૂક્યા છે તે પૈકી શ્રેષ્ઠ વિકલ્પ સલાહકારો અને સહયોગીઓની સૂચના પ્રમાણે પસંદ કરશે.