કેનેડામાં ભારતના શત્રુ ઇન્દ્રજીત સિંહની ધરપકડ, ખાલિસ્તાની પન્નુનો ગણાય છે 'રાઇટ હેન્ડ'
Gurpatwant Singh Pannu News: ભારત વિરોધી ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, કેનેડિયન પોલીસે તેમના સૌથી અગ્રણી સહયોગીઓમાંના એક, ઇન્દ્રજીત સિંહ ગોસાલની ધરપકડ કરી છે. જોકે, આ ધરપકડ કયા સંદર્ભમાં કરવામાં આવી છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. નવેમ્બર 2024માં એક હિન્દુ મંદિરમાં હિંસાના સંબંધમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાકિસ્તાનની સેનાએ પોતાના જ દેશમાં બોમ્બ વરસાવ્યા! મહિલા-બાળકો સહિત 30ના મોત
મળતી માહિતી મુજબ, ગોસાલને SFJ(શીખ ફોર જસ્ટિસ)ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુનો જમણો હાથ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગોસાલ હરદીપ સિંહ નિજ્જર પછી કેનેડામાં SFJના મુખ્ય ફ્રન્ટમેન તરીકે સેવા આપી હતી. જૂન 2023માં કેનેડાના સરીમાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકારે આ ઘટનાને ભારત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
કેનેડામાં ખળભળાટ
સપ્ટેમ્બરની શરુઆતમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને દેશની અંદરથી નાણાંકીય સહાય મળી હતી. "કેનેડામાં 2025 મની લોન્ડરિંગ અને આતંકવાદી નાણાંકીય ભંડોળનું મૂલ્યાંકન" શીર્ષકથી પ્રકાશિત અહેવાલમાં કેનેડાની અંદરથી નાણાંકીય સહાય મેળવતા ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોની ઓળખ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન તરીકે થઈ હતી.
આ પણ વાંચોઃ VIDEO: ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન? મહિનાઓ બાદ એક મંચ પર દેખાયા, હાથ મિલાવી વાતચીત કરી
અહેવાલ અનુસાર, કેનેડામાં ક્રિમિનલ કોડ હેઠળ સૂચિબદ્ધ અને રાજકીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદમાં સામેલ અનેક આતંકવાદી સંગઠનો, જેમ કે હમાસ, હિઝબુલ્લાહ અને ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથો બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનને કેનેડાની અંદરથી નાણાંકીય સહાય મળતી હોવાનું જાણવા મળ્યું છે.