For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જો બાયડનનાં પત્ની જીલ બાયડન કોરોનાગ્રસ્ત પ્રમુખ જો બાયડનનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે

Updated: Sep 6th, 2023


જો બાયડનનાં પત્ની જીલ બાયડન કોરોનાગ્રસ્ત પ્રમુખ જો બાયડનનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે

- બાયડન 9 થી 10 સપ્ટેમ્બરે યોજાનાર જી-20 પરિષદમાં ઉપસ્થિત રહેશે 8મીએ દિલ્હીમાં મોદી સાથે મંત્રણા પણ કરશે

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડનનાં પત્ની જીલ બાયડન કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. તેઓનો કોવિદ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઈટ હાઉસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં નિવેદનમાં આ માહિતી આપતા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પ્રમુખ બાયડનનો ટેસ્ટ 'નેગેટિવ' આવ્યો છે.

દિલ્હીમાં યોજાનાર જી-૨૦ શિખર પરિષદના અધ્યક્ષ તરીકે ભારત યજમાન પદે છે. અમેરિકાના પ્રમુખ બાયડને થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે આ સપ્તાહે તેઓ ભારતની યાત્રાએ જવાના છે. આમ છતાં તે શિખર પરિષદમાં ચીનના પ્રમુખ શી-જિનપિંગ નહીં આવવાથી તેઓને મળવાની તેમને તક નહીં મળે તે કારણસર બાયડન થોડા નિરાશ પણ છે.

ભારતમાં જી-૨૦ શિખર પરિષદ પછી બાયડન વિયેતનામની મુલાકાતે પણ જવાના છે.

દિલ્હીમાં યોજાનારી જી-૨૦ શિખર પરિષદમાં ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રો, ઈંગ્લેન્ડના વડાપ્રધાન ઋષિ શુનક, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ, જર્મનીના ચાન્સેલર ઓલેફ શેલ્ઝ, જાપાનના વડાપ્રધાન ફૂમિયો કાશીદા અને બ્રાઝિલના પ્રમુખ લૂલા દ' સિલ્વા સહિત વિશ્વના ૨૦ મહત્વના દેશોની સરકારોના કે તે દેશોના વડાઓ ઉપસ્થિત રહેવાના છે. આ પરિષદ માટે દિલ્હીને નવવધૂની જેમ શણગારવામાં આવ્યું છે તે ઉલ્લેખનીય છે.

આ સમ્મેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ૧૦મી સપ્ટેમ્બરે બ્રાઝિલના પ્રમુખ લુલા દ'સિલ્વાને જી-૨૦ના પ્રમુખપદની કમાન સોંપશે.

આગામી વર્ષે જી-૨૦ની પરિષદ બ્રાઝિલમાં યોજાવાની છે, જે મહદ્અંશે બ્રાઝિલનાં નવા પાટનગર બ્રાઝિલિયા ખાતે યોજાવા સંભવ છે.

Gujarat