લોંગ રેન્જ મિસાઈલ ટેસ્ટિંગ માટે જાપાને ભારત પાસે ટેસ્ટિંગ ફેસીલીટી માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જાપાનના સ્ટેન્ડ ઓફ મિસાઈલ્સ સેંકડો કિ.મી. દૂર રહેલા નિશાન પાડી શકે તેમ છે : ભારત અને જાપાન વચ્ચે મેરીટાઇમ સિકયુરિટી કરારો થયા
નવી દિલ્હી : જાપાનનું લશ્કરી પ્રતિનિધિ મંડળ ગત સપ્તાહે ભારતની મુલાકાતે આવ્યું હતું. તેણે જાપાનના આર્મી દ્વારા લોંગ રેન્જ મિસાઈલનાં પરિક્ષણ માટે ભારત પાસે ટેસ્ટિંગ ફેસીલીટી માગી હતી. તેમાં સર્ફેસ-ટુ - શિપ મિસાઈલ્સનો સુવ્યવસ્થિત ઉપયોગ કઇ રીતે કરવો તથા ડ્રોન દ્વારા થતા હુમલા કઇ રીતે ટાળવા તે અંગેનું પ્રશિક્ષણ જાપાનીઝ લશ્કરી પ્રતિનિધિ મંડળે મેળવ્યું હતું.
આ સંરક્ષણ વ્યવસ્થાને જાપાનીઝ આર્મીએ ગ્રાઉન્ડ સેલ્ફ ડીફેન્સ ફોર્સ (જીએસડીએફ) તેવું આપ્યું છે : જાપાનના મિડીયાએ જાપાનના ચીફ ઓફ સ્ટાફ જનરલ અરાઈ માસાયોશીએ ગઇકાલે સાંજે (તા. ૨૭ ઓકટો.ના દિને) પત્રકાર પરિષદને કરેલા સંબોધનમાં, આ હકીકતને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે, 'અમે (સંરક્ષણ અંગેની) વિવિધ બાબતો વિષે ચર્ચા કરવા અને ભારતીય પ્રતિનિધિઓ સાથે સંકલન સાધવા ટુકડીઓ ભારત મોકલી છે.
આ પૂર્વે જાપાનનાં પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકે એ જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ ઓકટોબરની મધ્યમાં ભારત ગયા હતા અને આશરે એક સપ્તાહ સુધી ભારતમાં રોકાયા હતા. તે દરમિયાન તેઓએ ટેસ્ટ ફેસીલીટીઝ અને ફાયરિંગ રેન્જીઝ પણ તપાસી હતી.
આરાઈએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે સર્ફેસ-ટુ - શિપ સમાન લોન્ગ રેન્જ મિસાઈલનું પરિક્ષણ કરવાનું હોય, તો તે એક પડકાર રૂપ બની રહે છે. જો કે આ સ્થળેથી જ ૫૦૦૦ કિમી દૂર અચૂક પ્રહાર કરી શકે તેવા અગ્નિ-૫ મિસાઈલનું પણ સફળ પરિક્ષણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે જાપાન પાસે અત્યારે સેંકડો કિ.મી. દૂર અચૂક પ્રહાર કરી શકે તેવા સ્ટેન્ડ ઓફ મિસાઈલ્સ તો છે જ. પરંતુ તેને ખૂબ લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સની જરૂર છે.
દરમિયાન ભારતની મુલાકાતે આવેલા જાપાનના સંરક્ષણ મંત્રી શિન્જીરો કોઇઝૂમી વચ્ચે કેટલાક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ થયા હતા. નવી દિલ્હી સ્થિત માનકેશા સેન્ટરમાં પારસ્પરિક સલામતી માટે મેરીટાઇમ સિકયુરીટી કરારો થયા હતા.




