World

ઈઝરાયેલનું પેલેસ્ટાઈન પર આક્રમણ

By GS TEAM
24 Dec 20252 mins read
ઈઝરાયેલનું પેલેસ્ટાઈન પર આક્રમણ

1,00,000 નાગરિકોના મૃત્યુ 

10,00,000 બેઘર

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ પ્રવર્તતી હતી ત્યારે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ પેલેસ્ટાઈન ઉગ્રવાદી સંગઠન હમસે અચાનક જ ઈઝરાયેલ પર હુમલો કરીને ૧૨૦૦ જેટલાં ઈઝરાયેલી અને ત્યાં વસતા વિદેશીઓના મોત નીપજાવ્યા અને ૨૫૦ને બંધક બનાવ્યા તે પછી ઇઝરાયેલે પેલેસ્ટાઇન સાથે આ વર્ષે ઓક્ટોબરમાં  યુદ્ધ વિરામ જાહેર કર્યો ત્યાં સુધી તેને ખોખરું અને પાયમાલ કરી નાંખ્યું. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ઈઝરાયેલના વડા નેતાન્યાહુને સાથ હતો. ઇઝરાયેલે યુનાઇટેડ નેશન્સ કે માનવ હક્ક સંગઠનોની પરવા કર્યા વગર જાણે નરસંહાર કર્યો. હોસ્પિટલમાં સારવાર લેતા બાળકો કે રોટલીના ટુકડા માટે હરોળમાં ઉભા રહેલા નિરાશ્રીતો પર પણ મિસાઈલ અને બામ્બ વર્ષા કરી. એક લાખથી વધુના મૃત્યુ થયા. દસ લાખ લોકોએ જીવ બચાવવા હીજરત કરી. ઇઝરાયેલે હમસના ટોચના નેતાઓને પણ ઠાર કર્યા. ઈઝરાયેલ સામે ઈરાન, લેબેનોન, યમન, સિરિયા જેવા દેશોએ હુમલા કર્યા તે સાથે જ અમેરિકા સીધું જ ઈઝરાયેલની તરફેણમાં યુદ્ધમાં ઉતર્યું અને ઈરાનના હેઝબોલ્લાહ જુથના ટોચના કમાન્ડરોના પણ મોત નીપજાવ્યા. ટ્રમ્પની દરમ્યાનગીરીથી હાલ શાંતિ જણાય છે પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે.

યુક્રેન સામે યુદ્ધ વિરામ માટે રશિયા કોઈનું માનતું નથી 

10,000,00થી વધુના મોત, અબજોનું નુકશાન

આમ તો રશિયા અને યુક્રેન વચ્ચે ૨૦૧૪થી યુદ્ધ અવારનવાર થતું રહે છે. પણ વર્તમાન યુદ્ધ આજકાલ કરતા ત્રણ વર્ષથી ચાલે છે. યુક્રેનને છેલ્લા છ મહિનાથી અમેરિકા દ્વારા મળતી શસ્ત્ર અને જંગી નાણાકીય સહાય બંધ થઇ છે બાકી અત્યાર સુધી યુક્રેન અમેરિકા અને કેટલાક યુરોપિય દેશની તાકાત થકી જ લડતું રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને યુદ્ધ અટકાવવામાં રસ છે તેમણે યુક્રેનના નેતા ઝેલેન્સકીને યુદ્ધ વિરામ માટે સમજાવવા  વોશિંગ્ટન પણ આમંત્રણ આપ્યું અને હેડ માસ્ટર વિદ્યાર્થીને ખખડાવે તેમ ઝેલેન્સકીને તતડાવ્યા હતા. અમેરિકી પત્રકારે ઝેલેનસ્કી શૂટની જગ્યાએ વોર જર્સી પહેરીને આવ્યા તેની પણ મજાક ઉડાવી હતી. ઝેલેનસ્કી થોડું નમતું જોખે છે પણ સાવ બિનશરતી યુદ્ધ વિરામ નથી ઇચ્છતા. તો બીજી તરફ ટ્રમ્પનું કહ્યું તો રશિયાના પ્રમુખ પુતીન પણ નથી માનતા. પુટીને તો ધમકી આપી છે કે યુક્રેનને કોઈને સાથ આપી યુદ્ધ કરશે તો તે પરમાણુ હુમલો કરતા પણ ખચકાશે નહીં. અત્યાર સુધી આ યુ્દ્ધમાં ૧૦ લાખ જેટલા મૃત્યુ થયા છે.

અમેરિકાએ યમન પર હુમલો કર્યો : 74ના મૃત્યુ

યમન પેલેસ્ટાઈન તરફી છે અને રાતા સમુદ્ર પર ઈઝરાયેલ અને અમેરિકાની હિલચાલ પર યમન માટે લડતી હુથી સેના પર હુમલો કરે છે. તેઓના સમુદ્ર કિનારે તેલની રિફાઈનરી અને ભંડાર  પણ છે. મિડલ ઇસ્ટ પર અમેરિકાને પ્રભુત્વ મેળવવા સામે આ દેશ અડચણ રૂપ છે. ઈઝરાયેલની સામે હુમલા કરતું હોવાથી અમેરિકાએ હુથી કેમ્પ પર એર સ્ટ્રાઈકથી હુમલો કરી ૭૪ને મોત આપ્યું હતું.