World

પહેલા ચેતવણી અને પછી આક્રમક હુમલા... હિઝબુલ્લાના 100થી વધુ ઠેકાણે ઈઝરાયલનો બોમ્બમારો

By GS Team
25 Aug 20241 min read
This article was originally published on 25 Aug 2024
TukuTouch Logo
ઈઝરાયલના સૈન્યએ ફરી એકવાર લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર તાબડતોબ હવાઈ હુમલા કર્યા છે. આ વખતે 100થી વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. લેબેનોનના હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયલ દ્વારા આ કાર્યવાહી કરાઈ હોવાની જાણકારી મળી રહી છે. આ દરમિયાન હિઝબુલ્લાહના ઠેકાણે હુમલા વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલા ચેતવણી અને પછી આક્રમક હુમલા... હિઝબુલ્લાના 100થી વધુ ઠેકાણે ઈઝરાયલનો બોમ્બમારો

Representative Image 



Israel attack on Hezbullah | ઈઝરાયલના સૈન્યએ ફરી એકવાર લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણા પર આક્રમક હવાઈ હુમલા કર્યા છે. આ વખતે 100થી વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. લેબેનોનના હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયલ દ્વારા આ કાર્યવાહી કરાઈ હોવાની જાણકારી મળી રહી છે. આ દરમિયાન હિઝબુલ્લાહના ઠેકાણે હુમલા વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. 

ઈઝરાયલે શું કહ્યું? 

આ હુમલા વિશે ઈઝરાયલી મીડિયાએ કહ્યું કે ઈઝરાયલ ડિફેન્સ સ્ટાફના ચીફ ઓફ સ્ટાફ આ હુમલાનું નિરીક્ષણ જાતે જ કરી રહ્યા છે. ગુપ્તચરોની જાણકારીના આધારે અમારી વાયુસેના હિઝબુલ્લાહના ઠેકાણા શોધી શોધીને હુમલા કરી રહી છે. છેલ્લા એક કલાકથી વધુ સમય દરમિયાન ડઝનેક ફાઈટર વિમાનોએ દક્ષિણ લેબેનોનમાં કહેર વર્તાવ્યો છે. 

ઈઝરાયલ પર પણ હુમલાનો ખતરો? 

બીજી બાજુ તેલ અવીવ નજીક આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર હાલમાં અસ્થાયી રૂપે સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે અને ઉત્તર ઈઝરાયલમાં પણ રોકેટના સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયલી નેશનલ ઈમરજન્સી એન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે પણ કહ્યું છે કે અમે દેશભરમાં એલર્ટનું સ્તર વધારીને ગંભીર સ્તરે લઈ ગયા છીએ.