2017ના વર્લ્ડ કપમાં ધૂમ મચાવનાર ભારતીય ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી, કહ્યું- મારી સફર કોઈ વરદાનથી ઓછી નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Poonam Raut Retirement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી બેટર પૂનમ રાઉતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ પ્રારૂપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 37 વર્ષીય પૂનમે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી. વર્ષ 2009માં ડેબ્યૂ કરનાર પૂનમ લાંબા સમયથી (2021થી) ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહી હતી.
પોતાની કારકિર્દી દરમિયાન તેણે ભારત માટે 73 વનડેમાં 2299 રન, 35 ટી20 ઇન્ટરનેશનલમાં 719 રન અને 4 ટેસ્ટ મેચમાં 264 રન બનાવ્યા છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 4 સદી અને 19 અડધી સદી નોંધાયેલી છે. 2017ના મહિલા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચમાં તેમની 86 રનની યાદગાર ઇનિંગ્સ તેમજ આયર્લેન્ડ સામે દીપ્તિ શર્મા સાથેની 320 રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી હંમેશાં યાદ રહેશે.
સંન્યાસની જાહેરાત કરતા પૂનમે કહ્યું, 'મુંબઈની ગલીઓથી લઈને ભારતીય જર્સી પહેરવા સુધીની આ સફર કોઈ વરદાનથી ઓછી નહોતી. મારા અંદરનો ખેલાડી હવે આંતરરાષ્ટ્રીય રમતથી વિદાય લઈ રહ્યો છે, પરંતુ આ રમત માટેનો મારો પ્રેમ ક્યારેય રિટાયર થશે નહીં.'




