World

એકસાથે 8 મોરચે ઘેરાયું ઇઝરાયલ: ઈરાન અને હમાસ બાદ હવે તૂર્કિયે સાથે પણ સીધો ટકરાવ, સંકટ વધ્યું

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયલ હાલ 8 મોરચે ગંભીર જોખમોનો સામનો કરી રહ્યું છે. તુર્કી સાથે નવો તણાવ, ગાઝામાં હમાસ, વેસ્ટ બેંકમાં સક્રિય જૂથો, ઈરાનના મિસાઈલ હુમલા, સીરિયાના સંઘર્ષો, લેબનાન-હિજબુલ્લાહની લડાઈ અને યમનના હૂથી વિદ્રોહીઓના હુમલાઓથી ઇઝરાયલ ઘેરાયેલું છે. આ કારણે દેશની સુરક્ષા વ્યવસ્થા પર ઊંડી અસર પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એકસાથે 8 મોરચે ઘેરાયું ઇઝરાયલ: ઈરાન અને હમાસ બાદ હવે તૂર્કિયે સાથે પણ સીધો ટકરાવ, સંકટ વધ્યું

Israel Eight Fronts War : આપણા સમયના સૌથી મોટા ભૂ-રાજકીય સંઘર્ષમાં ઇઝરાયલ હાલમાં એક સાથે 8 મોર્ચાઓ પર ગંભીર જોખમોનો સામનો કરી રહ્યો છે. દેશની સ્થાપનાથી જ તે અસ્તિત્વના જોખમો સામે લડી રહ્યો છે, પરંતુ વર્તમાન સમયમાં આ જોખમો અનેકગણા વધી ગયા છે. દેશની લશ્કરી શક્તિ અને સુરક્ષા વ્યવસ્થા પર તેની ઊંડી અસરો પડી રહી છે.

તુર્કી સાથે વધતો નવો તણાવ

આ આઠ મોર્ચાઓમાંથી સૌથી નવો અને અણધાર્યો તણાવ ઇઝરાયલ અને તુર્કી વચ્ચે વધ્યો છે. તુર્કીના પ્રમુખ ઇસ્લામી દુનિયાના નેતા બનવાની મહત્ત્વાકાંક્ષા રાખીને વિના કારણ ઇઝરાયલ સાથે ઘર્ષણ કરી રહ્યા છે, જ્યારે બંને દેશો વચ્ચે સીધી સરહદ કે અન્ય કોઈ સીધો વિવાદ નથી.

ગાજામાં હમાસ અને વેસ્ટ બેંકમાં સક્રિય જૂથો

ગાજામાં હજી પણ હમાસ સૌથી મોટું જોખમ છે. 7 ઓક્ટોબર 2023 પછીથી સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ છે. આ ઉપરાંત, વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયન ઇસ્લામિક જિહાદ (PIJ) અને અલ-અક્સા માર્ટિયર્સ જેવા સશસ્ત્ર જૂથો પણ ઇઝરાયલ માટે સતત સુરક્ષા પડકાર ઊભો કરી રહ્યા છે.

ઈરાન અને સીરિયાના સતત હુમલાઓ

હજારો કિલોમીટર દૂર હોવા છતાં ઈરાન દ્વારા પરમાણુ મહત્ત્વાકાંક્ષા અને મિસાઈલ હુમલાઓનું જોખમ યથાવત છે. બીજી તરફ, સીરિયાની સરહદે ગોલાન હાઇટ્સ અને દમાસ્કસ પર થતા સંઘર્ષો પણ ઇઝરાયલની સુરક્ષા માટે મોટો પડકાર છે.

લેબનાન, હિજબુલ્લાહ અને હૂથી વિદ્રોહીઓ

લેબનાન સાથેના દાયકાઓ જૂના વિવાદ ઉપરાંત હિજબુલ્લાહ સાથે ચાલી રહેલી ભીષણ લડાઈ ઇઝરાયલને આર્થિક અને લશ્કરી રીતે થકવી રહી છે. સાથે જ, યમનના હૂથી સૈનિકો દ્વારા લાલ સમુદ્ર અને મિસાઈલ માધ્યમોથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે,

જેના કારણે ઇઝરાયલ એકસાથે 8 મોરચે ઘેરાયેલું છે.અને હૂથી વિદ્રોહીઓ

લેબનાન સાથેના દાયકાઓ જૂના વિવાદ ઉપરાંત હિજબુલ્લાહ સાથે ચાલી રહેલી ભીષણ લડાઈ ઇઝરાયલને આર્થિક અને લશ્કરી રીતે થકવી રહી છે. સાથે જ, યમનના હૂથી સૈનિકો દ્વારા લાલ સમુદ્ર અને મિસાઈલ માધ્યમોથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ઇઝરાયલ એકસાથે 8 મોરચે ઘેરાયેલું છે.