Get The App

ઈઝરાયલમાં અનેક વિદ્યાર્થીની ધરપકડ કરાતા નેતન્યાહૂને સમર્થન આપતા પક્ષો ભડક્યા, સરકાર ઉથલાવવાની આપી ધમકી

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
ઈઝરાયલમાં અનેક વિદ્યાર્થીની ધરપકડ કરાતા નેતન્યાહૂને સમર્થન આપતા પક્ષો ભડક્યા, સરકાર ઉથલાવવાની આપી ધમકી 1 - image


Israel PM Benjamin Netanyahu : ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ નાનકડા મુદ્દાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એકતરફ તેઓ ઈઝરાયેલી સૈનિકોની ભારે અછતનો સામનો કરી રહ્યા છે, તો બીજીતરફ તેઓ પોતાના જ સહયોગીઓને પણ સહન કરી રહ્યા છે. જે નાનકડા મુદ્દાના કારણે તેમની ખુરશી ડગમગી ગઈ છે, તે મુદ્દો હરેદી સમાજનો છે.

દેશમાં અનેક યુવાઓની ધરપકડથી લોકો નારાજ

વાસ્તવમાં પીએમ નેતન્યાહૂએ સેનાની ભરતીમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદિયો એટલે કે હરેદી સમાજને આપેલી છૂટ બંધ કરી દીધી છે, એટલું જ નહીં ફરજીયાત સૈન્ય સેવાનો આદેશનો રિપોર્ટ ન કરનારા યુવાઓની ધરપકડ કરવામાં આવી રહી છે, જેના કારણે હરેદી સમાજના લોકો રોષે ભરાયા છે, જેના કારણે તેમની ખુરશી ખતરામાં આવી ગઈ છે.

હરેદી સમાજની નેતન્યાહૂ સરકારને ધમકી

ઈઝરાયલના નિયમ મુજબ સેનામાં ફરજીયાત સેવાનો રિપોર્ટ આપવો જરૂરી છે, જે યુવાઓ રિપોર્ટ કરતા નથી તેમની ધરપકડ કરવામાં આવે છે. આ જ નિયમના કારણે હરેદી યુવાઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. સેનાના જવાનો નિયમો તોડનારા યુવાઓ સામે આકરી કાર્યવાહી કરી તેમને ઘરમાંથી ઉઠાવી રહ્યા છે, જેનો હરેદી સમાજના નેતાઓએ વિરોધ કરી કહ્યું છે કે, જો અમારા લોકોની ધરપકડ કરવામાં આવશે તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેશે. આનો અર્થ એ છે કે, નેતન્યાહૂની ખુરશી ખતરામાં છે.

આ પણ વાંચો : ‘પાકિસ્તાન PoK ખાલી કરે, ત્રીજો દેશ જમ્મુ-કાશ્મીરમાં દખલ ન કરે’ કાશ્મીર મુદ્દે ભારતનો વિશ્વને જવાબ

બે પક્ષોના સમર્થનથી ચાલી રહી છે નેતન્યાહૂ સરકાર

દેશમાં નેતન્યાહૂ સરકાર બે પક્ષોના સમર્થનથી ચાલી રહી છે, જેમાં એક શાસ પાર્ટી અને બીજી યૂનાઈટેડ ડોરા જૂડાઈઝ્મનો સમાવેશ થાય છે. દેશના આ નિયમને કારણે આ બંને પાર્ટીએ સરકાર પર ભડકી છે. અને નેતન્યાહૂ સરકારને ધરપકડ રોકવા નહીં તો સરકાર ઉથલાવી દેવાની ધમકી આપી છે.

...તો અમે ગઠબંધનમાંથી બહાર થઈ જઈશું

ફરજીયાત સૈન્ય સેવાના નિયમની વાત કરીએ તો આ આખા દેશભરમાં લાગુ છે, જોકે હરેદી સમાજનો આક્ષેપ છે કે, સરકાર ખાસ કરીને અમારા સમાજને ટાર્ગેટ કરી રહી છે. શાસ અને યૂટીજેએ સ્પષ્ટ કહ્યું છે કે, જો યેશિવા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવશે તો તેઓ ગઠબંધનમાંથી બહાર થઈ જશે. દેશમાં સૈન્ય સેવાનો ફરજીયાત રિપોર્ટ કરવાનો હોવા છતાં કેટલાક યુવાઓ તેનો રિપોર્ટ કરી રહ્યા નથી, જેના કારણે ઇઝરાયેલી સેના આવા યુવાઓને ઘરમાંથી ઉઠાવી રહી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ભારત સાથે અબજોનો વેપાર છતાં પાકિસ્તાનની પડખે કેમ ઊભું થયું અઝરબૈજાન? લોકો કરી રહ્યા છે બૉયકોટની માંગ

Tags :