World

VIDEO: લેબેનોનમાં પેજર-વૉકીટૉકી બ્લાસ્ટ પછી રેડિયો સિસ્ટમ હેક, ઈઝરાયલના 80 હજારથી વધુ સંદેશથી લોકો ભયભીત

By GS Team
24 Sep 20243 mins read
This article was originally published on 24 Sep 2024
TukuTouch Logo
ઈઝરાયલે લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ હુમલો કરીને વિશ્વભરને ચોંકાવી દીધા બાદ લેબેનોનમાં વધુ એક ખતરનાક રીત અપનાવી ભયાનક હુમલો કર્યો છે. થોડા દિવસો પહેલા લેબેનોનમાં પેજર સહિતના ગેજેટ્સમાં અનેક બ્લાસ્ટ થયા બાદ હવે રેડિયો સિસ્ટમ હેક કરવાની ઘટના બની છે. એટલું જ નહીં રેડિયો સિસ્ટમ હેક કરવામાં આવી ત્યારે ઈઝરાયલી મેસેજ શરૂ થઈ ગયો હતો, જેના કારણે ત્યાં ઘણી અફરાતફરી મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: લેબેનોનમાં પેજર-વૉકીટૉકી બ્લાસ્ટ પછી રેડિયો સિસ્ટમ હેક, ઈઝરાયલના 80 હજારથી વધુ સંદેશથી લોકો ભયભીત

Israel-Hezbollah War : ઈઝરાયલે લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ હુમલો કરીને વિશ્વભરને ચોંકાવી દીધા બાદ લેબેનોનમાં વધુ એક ખતરનાક રીત અપનાવી ભયાનક હુમલો કર્યો છે. થોડા દિવસો પહેલા લેબેનોનમાં પેજર સહિતના ગેજેટ્સમાં અનેક બ્લાસ્ટ થયા બાદ હવે રેડિયો સિસ્ટમ હેક કરવાની ઘટના બની છે. એટલું જ નહીં રેડિયો સિસ્ટમ હેક કરવામાં આવી ત્યારે ઈઝરાયલી મેસેજ શરૂ થઈ ગયો હતો, જેના કારણે ત્યાં ઘણી અફરાતફરી મચી ગઈ છે.

ઈઝરાયલના હુમલામાં 585 લોકોના મોત

લેબેનોનમાં પેજેર એટેક બાદ હિઝબુલ્લા અને ઈઝરાયલ પર મહાયુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આ હુમલા વચ્ચે ઈઝરાયલે સોમવારે લેબેનોનમાં રેડિયો હેક કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયલે પેજર અને વોકીટોકી બ્લાસ્ટ કરીને લેબેનોનમાં 1600 ઠેકાણા પર હુમલા કર્યા છે. આ હુમલામાં 24 કલાકમાં અત્યાર સુધી 585 લોકો માર્યા ગયા છે, જેમાં 94 મહિલા અને 50 બાળકો પણ સામેલ છે, જ્યારે 1800થી વધુને ઈજા થઈ છે.

લેબેનોનમાં રેડિયો સિસ્ટમ હેક, ઈઝરાયલી મેસેજ વાગ્યા

આ હુમલાઓ વચ્ચે લેબેનોનમાં રેડિયો સિસ્ટમ હેક થયાની ઘટના બની છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રેડિયો નેટવર્ક પર અચાનક ઈઝરાયલનો મેસેજે શરૂ થઈ ગયો હતો, જેમાં લોકોને હિઝબુલ્લાના વિસ્તારો ખાલી કરવા તેમજ સુરક્ષિત સ્થળે જતા રહેવા કહેવાયું હતું. લેબેનોનમાં પેઝર, વૉકી-ટૉકી, સોલર એનર્જી સિસ્ટમમાં બ્લાસ્ટ થયા બાદ રેડિયો સિસ્ટમ હેક થવાના કારણે લોકો ભયભીત થઈ ગયા છે.

ઈઝરાયલની લેબેનોનવાસીઓને ચેતવણી

લેબેનોનમાં ઈતિહાસમાં પ્રથમવખત આવો હુમલો થયા બાદ હિઝબુલ્લાના આતંકવાદીઓ પણ ચોંકી ગયા છે. તેણે તેના તમામ લોકોને ગેજેટથી દૂર રહેવાની સલાહ આપી છે. ઈઝરાયલ તરફથી સોમવારે અનેક લોકોને કૉલ કરવામાં આવ્યા હતા, જેમાં પોતાના ઘરો અને બિલ્ડિંગો તુરંત છોડી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. લેબેનોનમાં લગભગ 80 હજારથી વધુ શંકાસ્પદ ઈઝરાયલી કૉલ આવ્યા હતા.

ઈઝરાયલી વડાપ્રધાન વીડિયો સંદેશ જાહેર કર્યો

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, ‘હું લેબેનોનના લોકોને એક ખાસ સંદેશ આપવા માંગુ છું. ઈઝરાયલની તમારી સાથે કોઈપણ લડાઈ નથી, અમે હિઝબુલ્લા સાથે લડી રહ્યા છીએ. હિઝબુલ્લા તમને માનવ ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યો છે. હિઝબુલ્લાએ તમારા લિવિંગ રૂમમાં રૉકેટ અને ગેરેજમાં મિસાઈલ રાખેલી છે. તે આ હથિયારોથી અમારા દેશના નાગરિકો પર હુમલો કરી રહ્યો છે. હવે અમારી સુરક્ષા માટે આ હથિયારો નષ્ટ કરવાનો સમય આવી ગયો છે. તેથી લેબેનોનવાસીઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે, તમે હિઝબુલ્લાના ઠેકાણાઓથી દૂર જતા રહો. મહેરબાની કરીને તમામ સુરક્ષિત વિસ્તારોમાં જતા રહો.’

ઈઝરાયલમાં એક સપ્તાહની ઈમરજન્સી જાહેર

સોમવારે હિઝબુલ્લાહ પર થયેલા ભયાનક હુમલા બાદ ઈઝરાયલે પોતાના દેશમાં 30 સપ્ટેમ્બર ઈમરજન્સી જાહેર કરી દીધી છે. સમગ્ર દેશભરના નાગરિકો પર હુમલાની સંભાવના વધુ હોય છે, ત્યારે આવી ઈમરજન્સી જાહેર કરવામાં આવે છે. આ ઘટનાક્રમ વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે, ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર અલી કરાકી માર્યો ગયો છે, જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.