Get The App

ગાઝામાં યુદ્ધવિરામની શરૂઆત, હમાસ-ઈઝરાયલ શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કા પર સહમત, ટ્રમ્પની જાહેરાત

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝામાં યુદ્ધવિરામની શરૂઆત, હમાસ-ઈઝરાયલ શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કા પર સહમત, ટ્રમ્પની જાહેરાત 1 - image


Israel-Hamas Peace Agreement: ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં મોટી પ્રગતિ થઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (8 ઓક્ટોબર) જાહેરાત કરી હતી કે, બંને પક્ષોએ તેમની શાંતિ યોજનાના પહેલા તબક્કા પર સંમતિ બનાવી લીધી છે. આ કરાર હેઠળ યુદ્ધ રોકવા અને બંધકો તેમજ કેદીઓની મુક્તિની તૈયારી કરવામાં આવશે. આ એર મોટી સફળતા છે અને શાંતિની દિશામાં એક નક્કર પગલું છે. 

આ પણ વાંચોઃ કેમિસ્ટ્રીનું નોબલ મેટલ ઓગેનિક ફ્રેમવર્કની શોધ કરનારાં ત્રણ રસાયણશાસ્ત્રીઓને

ટ્રમ્પે કરી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, 'આનો અર્થ છે કે, તમામ બંધક ખૂબ જલ્દી મુક્ત થઈ જશે અને ઈઝરાયલ પોતાની સેનાને નક્કી કરેલી સમયમર્યાદામાં પાછા બોલાવશે. આ એક મજબૂત અને સ્થાયી શાંતિની દિશામાં પહેલું પગલું છે. આ કરારમાં તમામ પક્ષો સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે.

નેતન્યાહૂએ શું કહ્યું? 

ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, 'ઈશ્વરની કૃપાથી અમે તમામ લોકોને ઘરે પરત લાવીશું'.

આ પણ વાંચોઃ ભારત-બ્રિટન વચ્ચે એફટીએ કરારથી આર્થિક ક્ષેત્રે અસીમ તકો: સ્ટાર્મર

હમાસની સ્પષ્ટતા

જોકે, આ દરમિયાન હમાસે અલગ નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ કરારમાં સેનાની વાપસી, માનવીય સહાયના પ્રવેશની મંજૂરી અને બંધકો તેમજ કેદીઓના આદાન-પ્રદાનની વાત સામેલ છે. 

કેટલા બંધકોને છોડશે હમાસ? 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હમાસ આ અઠવાડિયાના અંત સુધી પોતાની પાસે રહેલા 20 જીવિત બંધકોને મુક્ત કરશે. વળી, ઈઝરાયલની સેના ગાઝાના મોટાભાગના વિસ્તારોએ પીછેહઠ કરવાનું શરૂ કરશે. જોકે, એ સ્પષ્ટ નથી કે, ભવિષ્યના વિવાદિત મુદ્દા પર કોઈ પ્રગતિ છે કે નહીં. જેમ કે, ટ્રમ્પની માંગ અનુસાર હમાસે હથિયારો હેઠાં મૂકવા અથવા યુદ્ધ બાદ ગાઝા પર શાસનની વ્યવસ્થા. 


Tags :