Get The App

મિડલ ઈસ્ટમાં સીઝફાયરનો ફિયાસ્કો! લેબેનૉનમાં આખું ગામ કાટમાળમાં ફેરવાયું! જવાબમાં હિઝબુલ્લાહે કર્યો મિસાઇલ હુમલો

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટમાં સીઝફાયરનો ફિયાસ્કો! લેબેનૉનમાં આખું ગામ કાટમાળમાં ફેરવાયું! જવાબમાં હિઝબુલ્લાહે કર્યો મિસાઇલ હુમલો 1 - image


Israel Lebanon conflict: દક્ષિણ લેબેનૉનના ચૌકિન શહેરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાને કારણે આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ઈઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, તેઓ લેબેનૉનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચિંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. લેબેનૉનના સરકારી મીડિયા અનુસાર, ઈઝરાયલી ફાઇટર જેટ્સે અન્ય ઘણા શહેરો પર પણ બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે અને રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે.

ઈઝરાયલના હાઇફા શહેર પર મિસાઇલ હુમલાની પુષ્ટિ

ઈઝરાયલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તરી ઈઝરાયલના હાઇફા શહેર પર 'ઍડ્વાન્સ્ડ મિસાઇલો' વડે હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેઓ સીઝફાયરનું પાલન કરી રહ્યા હતા, પરંતુ દુશ્મન દેશે નિયમો તોડતા તેમણે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લેબેનૉનના બિંત જબૈલ શહેરમાં પણ ઈઝરાયલી સૈનિકો પર રોકેટ દાગવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ બાદ રશિયા-યુક્રેન વચ્ચે પણ સીઝફાયર, પુતિને ઓર્થોડૉક્સ ઈસ્ટર પર કરી જાહેરાત

હાઇફા અને તેલ અવીવમાં એર રેડ સાયરન વાગ્યા

બીજી તરફ, હિઝબુલ્લાહના આ મિસાઇલ હુમલા બાદ ઈઝરાયલના હાઇફા અને તેલ અવીવ જેવા મોટા શહેરોમાં એર રેડ સાયરન વાગ્યા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઈઝરાયલની ઇમરજન્સી સેવાઓએ જણાવ્યું છે કે તેઓ ઉત્તરી ઈઝરાયલ પર થયેલા આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે વધતાં તણાવને કારણે લેબેનૉન અને ઈઝરાયલની સરહદ પર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

મિડલ ઈસ્ટમાં સીઝફાયરનો ફિયાસ્કો! લેબેનૉનમાં આખું ગામ કાટમાળમાં ફેરવાયું! જવાબમાં હિઝબુલ્લાહે કર્યો મિસાઇલ હુમલો 2 - image