Get The App

FBI ચીફનું પદ ગુમાવશે કાશ પટેલ? ચાર્લી કિર્ક કેસમાં વિવાદ બાદ સંસદમાં હાજર થવા હુકમ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
FBI ચીફનું પદ ગુમાવશે કાશ પટેલ? ચાર્લી કિર્ક કેસમાં વિવાદ બાદ સંસદમાં હાજર થવા હુકમ 1 - image


Charlie Kirk Murder Case : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા FBI ડિરેક્ટર કાશ પટેલ હાલ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. તાજેતરમાં જ રાજકીય કાર્યકર્તા ચાર્લી કિર્કની હત્યા થઈ હતી, ત્યારે આ કેસની તપાસમાં બેદરકારી બદલ કાશ પટેલનું પદ જોખમમાં મૂકાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ, તેમને કિર્કની હત્યાના કેસમાં અમેરિકન સંસદમાં હાજર થવા આદેશ અપાયો છે.

યુનિવર્સિટીમાં ચાર્લી કિર્કની હત્યા કરાઈ હતી

10 સપ્ટેમ્બરે ઉતાહ વેલી યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ એફબીઆઇની ટીમને હત્યારા ટાયલર રોબિન્સનને શોધવામાં બે દિવસ લાગ્યા હતા. તપાસ દરમિયાન એફબીઆઇએ શરુઆતમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ખોટી ધરપકડ કરી હતી અને બાદમાં તેમને મુક્ત કરવા પડ્યા હતા, જેના કારણે એજન્સીની તપાસ પર સવાલો ઊભા થયા હતા. આ નિષ્ફળતા બાદ કાશ પટેલ મુશ્કેલીમાં મૂકાયા છે.

બે શકમંદની ધરપકડ બાદ ટ્રમ્પે FBIના કર્યા હતા વખાણ

મીડિયા રિપોર્ટ મુજબ, કાશ પટેલ (Kash Patel) એફબીઆઇ ડિરેક્ટરનું ગુમાવી શકે છે અને તેમની જગ્યાએ એન્ડ્ર્યુ બેઈલી નવા ડિરેક્ટર બની શકે છે. વાસ્તવમાં કિર્કની હત્યાના થોડા કલાકોમાં જ એફબીઆઇએ બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી, ત્યારબાદ FBI ડિરેક્ટર પટેલે ઉતાવળમાં આ અંગે પોસ્ટ પણ શેર કરી હતી, જેના પર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) કાશના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, મને એફબીઆઇ પર ગર્વ છે, કાશ સહિત ટીમના તમામ લોકોએ ખૂબ સારું કામ કર્યું છે.’

આ પણ વાંચો : વધુ એક મુસ્લિમ દેશને ઈઝરાયલના હુમલાનો ડર લાગ્યો, 6 દેશોને હચમચાવી ચૂકી છે યહૂદી સૈના

બે નિર્દેષની ધરકપડ, FBIની કામગીરી પર ગંભીર સવાલ

જોકે પછીની તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, જે બે શકમંદોની ધરપકડ કરાઈ હતી, તેઓ નિર્દોષ હતા. કિર્કના હત્યારા અસલી આરોપી ટેલર રોબિન્સન સુધી પહોંચવામાં એફબીઆઇને બે દિવસનો સમય લાગ્યો હતો, જેના કારણે અનેક લોકો એજન્સીની કામગીરી પર ગંભીર સવાલો કરી રહ્યા છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના ઘણા નજીકના સહયોગીઓને હવે કાશ પર વિશ્વાસ રહ્યો નથી. આ યાદીમાં એટર્ની જનરલ પામ બોન્ડીનું નામ પણ સામેલ છે. એપસ્ટીન કેસ પરના વિવાદને કારણે પામ બોન્ડી એફબીઆઇના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગિનોની પણ વિરુદ્ધ થઈ ગયા છે.

પહેલાથી જ તપાસના ઘેરામાં

ચાર્લી કિર્કની હત્યા પહેલા પણ કાશ પટેલ વિવાદોમાં હતા. એપસ્ટીન કેસની તપાસ એફબીઆઇ પાસે છે અને તેને લઈને કાશ પહેલેથી જ તપાસના ઘેરામાં છે. આ ઉપરાંત એફબીઆઇના ત્રણ પૂર્વ એજન્ટોએ પણ કાશ પર આરોપ લગાવ્યા છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે. 

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે તંબૂમાં કરવી પડી સુનાવણી, ‘Gen-Z’ના આંદોલન બાદ કેવી થઈ ગઈ નેપાળની હાલત? સામે આવી તસવીર

Tags :