90 દેશો પર ટેરિફ ઝિંકનાર ટ્રમ્પ તાનાશાહથી ગભરાયા? હજુ સુધી ઉત્તર કોરિયાનું નામેય ન લીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વભરના અનેક દેશો પર ટેરિફ ઝિંકીને ખળભળાટ મચાવી રહ્યા છે. તેમણે જ્યારથી ટેરિફ વૉર શરૂ કરી છે, ત્યારથી અનેક દેશોના અર્થતંત્રને માઠી અસર પડી રહી છે. તેમના ટેરિફની ઉલટી અસર એવી છે કે, અમેરિકામાં અનેક ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમણે ભારત, ચીન સહિત અને દેશો પર ભારે ટેરિફ ઝિંક્યો છે, પરંતુ હજુ સુધી બે દેશો પર કોઈપણ ટેરિફની જાહેરાત કરી છે. આ દેશ છે ઉત્તર કોરિયા અને રશિયા... ઉત્તર કોરિયા એવો દેશ છે, જે હંમેશા અમેરિકાને ધમકી આપતું અને પડકાર ફેંકતો રહ્યો છે.
ટ્રમ્પની ટેરિફ નીતિમાં ઉત્તર કોરિયા-રશિયા બાકાત
ટ્રમ્પે (US President Donald Trump) નવી ટેરિફ નીતિમાં હજુ સુધી ઉત્તર કોરિયા અને રશિયા (North Korea And Russia) જેવા બે દેશોનું નામ લીધું નથી, જ્યારે તેમણે અન્ય દેશો પર ભારેભરખમ ટેરિફ ઝિંક્યા છે. બંને દેશો પર ટેરિફ ન ઝિંકવાનું કારણ એ છે કે, બંને પર પહેલેથી જ અનેક પ્રતિબંધો અને ટેરિફ ઝિંકાયેલા છે, જેના કારણે બંને દેશો વચ્ચેનો વેપાર ન બરાબર થઈ ગયો છે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે, ‘અમેરિકાએ ઉત્તર કોરિયા અને રશિયા પર પ્રતિબંધો લાદેલા હોવાથી તેઓ સાથે વેપાર ન થઈ શકે, તેથી તેમના પર વધારાનો ટેરિફ ઝિંકવાની જરૂર નથી.’
આ પણ વાંચો : વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ
અમેરિકાનો 90 દેશો પર ટેરિફ
અનેક દેશો પર ટેરિફ ઝિંકનાર ટ્રમ્પની ચોતરફ ટીકા થઈ રહી છે. અમેરિકી લેટ-નાઈટ શો હોસ્ટ સ્ટીફન કોલબર્ટ અને જિમી ફૉલને પણ ટેરિફ મામલે ટ્રમ્પની ટીકા કરી છે. કોલબર્ટ અને ફૉલને ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ ઝિંકવા મામલે કટાક્ષ કર્યો છે. તેઓએ કહ્યું કે, ટ્રમ્પે અત્યાર સુધીમાં 90 દેશો પર ટેરિફ ઝિંક્યા છે, હવે માત્ર બે જગ્યા બાકી છે - નોર્થ કોરિયા અને જેફ્રી એપ્સટીનનું ખાનગી આઈલેન્ડ ‘લિટિલ સેંટ જેમ્સ’... ફૉલને ચેતવણી આપી કે, બ્રાઝિલ પર ટેરિફ ઝિંકવાથી કેળા, કેરી અને અનાનસની કિંમતોમાં ધરખમ વધારો થઈ શકે છે. તેમણે મજાકમાં કહ્યું કે, ‘ત્યાં સુધી ખાદ્ય વાનગીઓ સુરક્ષિત છે, જ્યાં સુધી તમે તરબૂચ અને લાંબા ટૂથપીક્સની કિંમત વધારતા નથી.’








