ઈરાને પાકિસ્તાનને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાતચીતનો સ્પષ્ટ ઇન્કાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Israel Iran War: ઈરાન અને અમેરિકા વચ્ચે નિષ્ફળ થયેલી પહેલા તબક્કાની વાતચીત બાદ યુદ્ધનો વ્યૂહાત્મક ઉકેલ લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ વચ્ચે અમેરિકન નેવીને ઈરાની ફ્લેગવાળા એક કાર્ગો જહાજને પોતાના કબજામાં લઈ લીધું છે. ટ્રમ્પે આ અંગે માહિતી આપતાં કહ્યું કે, આ જહાજ હોર્મુઝમાં અમેરિકન નાકાબંધીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
બીજી તરફ, ઈરાને કાર્ગો જહાજને કબજામાં લીધા બાદ અમેરિકન સેના પર ડ્રોન બોટથી પલટવાર કર્યાનો દાવો કર્યો છે. તેની સાથે જ ઇસ્લામાબાદમાં થનારી બીજા તબક્કાની વાટાઘાટોને લઈને પણ અનિશ્ચિતતા બનેલી છે. કારણ કે ઈરાને પાકિસ્તાનને 10 મુદ્દાનો પ્રસ્તાવ સોંપ્યો છે, પરંતુ અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીતનો ઇન્કાર કર્યો છે.
ઈરાની વિદેશ મંત્રીએ મહત્ત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, અમે પાકિસ્તાનને 10 મુદ્દાનો પ્રસ્તાવ સોંપ્યો છે. અમે અમેરિકન પક્ષ પર કોઈ ભરોસો ન કરી શકીએ, કારણ કે તેણે લાંબા સમયથી વ્યૂહાત્મકતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હોર્મુઝમાં જે કંઈપણ થઈ રહ્યું છે, તે અમેરિકન-ઈઝરાયલી હુમલાઓની અસર છે. વિરોધ પક્ષ સતત પોતાની સ્થિતિ બદલતું રહે છે અને મીડિયામાં વિરોધાભાસી નિવેદનો જાહેર કરે છે.
સંયુક્ત રાજ્ય અમેરિકાની સાથે કોઈપણ સંભવિત કરારમાં વ્યવહારિક ગેરેન્ટી સામેલ હોવી જોઈએ. 2 અઠવાડિયા માટે યુદ્ધવિરામમાં અમેરિકન પક્ષે લેબેનૉનમાં યુદ્ધવિરામનો સ્વીકાર કરવા છતાં પોતાના વચનને તોડી નાખ્યું છે. કરારના એક ભાગમાં લેબેનૉનમાં યુદ્ધવિરામ સામેલ હતું અને અમે એ જ આધાર પર હોર્મુઝ ખોલ્યું. અમેરિકન-ઈઝરાયલી હુમલાઓ પહેલા હોર્મુઝ સુરક્ષિત હતું.
અમેરિકન પક્ષ પર વ્યૂહાત્મક રસ્તાઓ પર ના ચાલવાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, ગત વાતચીતમાં તેહરાનને પોતાની ઉપર લાગેલા પ્રતિબંધો હટાવવા મામલે કોઈ નક્કર પ્રસ્તાવ ન મળ્યો. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા હોર્મુઝની સુરક્ષાને ખતરામાં મૂકવાના સંબંધમાં આંતરરાષ્ટ્રીય સમુદાયએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
આ પણ વાંચો: હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા બાદ નવી એડવાઈઝરી જાહેર, લારક આઈલેન્ડથી દૂર રહેવા સલાહ
મુનીરે ટ્રમ્પ સાથે કરી વાતચીત
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના ડિફેન્સ ચીફ આસિમ મુનીરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં ટ્રમ્પને હાલની પરિસ્થિતિથી અવગત કરાવ્યા છે. પાકિસ્તાને હોર્મુઝનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. હોર્મુઝમાં હાલની સ્થિતિ વાતચીતમાં અડચણ બની રહી છે.








