| Image : 'X' Twitter |
Iran Missile Attack on Saudi Arabia: સાઉદી અરેબિયાના દક્ષિણ પશ્ચિમ સરહદી શહેર નાજરાન પર ઈરાનના મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિક સહિત 12 બાંગ્લાદેશી નાગરિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. સાઉદી અરબમાં સંચાલિત ભારતીય એમ્બેસીએ તેના નિવેદનમાં જણાવ્યું કે કોઈ ભારતીય નાગરિકોના મોત થયા નથી. બસ એક ભારતીય નાગરિકોને ઈજાઓ થઇ છે.
સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલા
સાઉદી અરેબિયા યમન તરફથી કરાયેલા હુમલાની આ વર્ષની ત્રીજી ઘટના છે. પ્રેસ એજન્સીએ એક અધિકારીને ટાંકીને આ હુમલા વિશે માહિતી આપી છે.
ગત સપ્ટેમ્બરમાં યમનના બળવાખોરોએ સાઉદીના જીઝાન પ્રદેશ પર મોર્ટાર હુમલા કર્યા હતા. જેમાં એક ભારતીયનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આ જ ક્ષેત્રમાં થયેલા બીજા હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું અને વધુ બે ઘાયલ થયા હતા. નોંધનીય છે કે, સાઉદી અરેબિયાના જીઝાન અને નાજરાન પ્રદેશોમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો રહે છે.
આ પણ વાંચો: 'આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત...', અમેરિકા-ઈઝરાયલ પર રશિયા ભડક્યું, બોલાવી P-5 દેશોની બેઠક
અત્યાર સુધીમાં 5,800 લોકોના મોત
સાઉદી અરેબિયાની આગેવાની હેઠળનું ગઠબંધન 26 માર્ચથી યમનમાં શિયા હુથી બળવાખોરોને ખતમ કરવા માટે હવાઈ હુમલા કરી રહ્યું છે. યુએનના આંકડા અનુસાર, યમનમાં બળવાખોરો સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 5,800 લોકોના મોત થયા છે અને 27,000થી વધુ ઘાયલ થયા છે.


