Iran Israel War: ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ વિશ્વ બે પક્ષમાં વહેચાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અનેક દેશોએ અમેરિકાની કાર્યવાહીને સમર્થન જાહેર કર્યું છે તો ઘણા દેશોએ આ કાર્યવાહીની કડક નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કર્યો છે.
ફ્રાંસ
ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનએ કહ્યું કે, 'અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાતાં ઈન્ટરનેશનલ શાંતિ અને સુરક્ષાને ગંભીર અસર પડશે. ઈરાની સરકારે સમજવું પડશે કે ન્યૂક્લિયર અને બેલેસ્ટિક પ્રોગ્રામવાળી પ્રવૃત્તિઓનો અંત લાવવા સદભાવનાપૂર્ણ સંવાદ સિવાય બીજો કોઈ રસ્તો નથી.UNSCની તાત્કાલિક બેઠક મળવી જોઈએ. હું મિડલ ઈસ્ટના મારા યુરોપિયન પાર્ટનર સાથે સંપર્કમાં છું'
યુક્રેન
યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ કહ્યું, અમે હંમેશા ઈરાની લોકો સાથે, પરંતુ ઈરાની સરકાર ઘણા ક્ષેત્રોમાં આતંક ફેલાવી રહી છે, તેને સપોર્ટ અને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. પોતાના જ લોકોની મજાક ઉડાવી રહી છે.
કેનેડા
ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલાને કેનેડા સરકારે સમર્થન જાહેર કર્યું છે. કેનડાના પીએમ કાર્નીએ કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર પ્રાપ્ત કરતું રોકવા અને ખામેનેઈના શાસનને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે વધુ ખતરો ઉભો કરતા રોકવા માટે USA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું કેનેડા સમર્થન કરે છે.
ભારત
ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરતાં તમામ પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી છે, કહ્યું છે કે તણાવ વધતો રોકવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા મળવી જોઈએ. મૂળ મુદ્દાઓના સમાધાન માટે સંવાદ અને કૂટનૈતિક રસ્તો અપનાવવો જોઈએ. તમામ દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન જળવાવું જોઈએ.
પાકિસ્તાન
અમેરિકાની તરફેણમાં રહેતા પાકિસ્તાનના સૂર બદલાઈ ગયા છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક ડારે ઈરાનના વિદેશ મંત્રીને ફોન ધુમાવી કહ્યું છે કે અમે અકારણ થયેલા હુમલાની કડક નિંદા કરીએ છીએ.
રશિયા
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની કડક નિંદા કરી
નૉર્વે
નોર્વેના વિદેશ મંત્રી એસ્પેન બાર્થ એઇડે ઈરાનના પક્ષમાં વાત મૂકતાં કહ્યું કે, ઇઝરાયલના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. ઉકેલ રાજદ્વારી ઢબે લાવવો જોઈએ.
કતાર
કતારમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર ઈરાનના હુમલા બાદ કતારે હુંકાર ભરતા કહ્યું કે, કતારની જમીનને મિસાઈલોથી નિશાન બનાવવું યોગ્ય નથી, દેશની સુરક્ષાને ખતરો છે જેથી કતારને જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે
યુરોપિયન યુનિયન
પરિસ્થિતિ ખતરનાક થઈ રહી છે, નાગરિકોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદાને ધ્યાને લેવા જોઈએ
સ્વિટ્ઝર્લેન્ડ
સ્વિટ્ઝર્લેન્ડ વિદેશ મંત્રાલયે ત્રણેય દેશોને સંયમ જાળવી નાગરિકોની સુરક્ષા રહે તે માટે અપીલ કરી
મલેશિયા
મલેશિયાના વડાપ્રધાને અમેરિકા અને ઈરાને વાતચીતનો માર્ગ અપનાવવવા સૂચન કર્યું
સ્લોવેનિયા
રાષ્ટ્રપતિ નતાશા પિર્ક મુસર સ્પષ્ટ કહ્યું કે આ તણાવ શાંતિ અને સ્થિરતા માટે ખતરો ઉભો કરે છે.
ઓસ્ટ્રેલિયા
વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે અમેરિકાના પગલા સમર્થન જાહેર કરતાં કહ્યું ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવું જરૂરી
ઓમાન
અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરી રહેલા ઓમાને ભાવનાત્મક અપીલ કરી છે. ઓમાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'વિશ્વ શાંતિ માટે આ બરાબર નથી.'
કોલંબિયા
ઈરાન પર હુમલો થતાં કોલંબિયાએ અમેરિકાને લઈને કહ્યું કે, 'ઈરાન પર હુમલો કરીને ટ્રમ્પે મોટી ભૂલ કરી છે.'
સ્પેન
અમેરિકા-ઇઝરાયલના હુમલા પર સ્પેને કહ્યું કે, 'ઈરાન પર એક તરફી હુમલો યોગ્ય નહીં, આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.'


