VIDEO: 5 સેકન્ડમાં 2 આખા બિલ્ડિંગ નષ્ટ... ઈઝરાયલનો તેહરાન પર વધુ એક હુમલો, જુઓ દ્રશ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Israel Conflict: ઈઝરાયલની વાયુ સેનાએ ઈરાન પર સૌથી ભીષણ હુમલો કર્યો છે. મોટા સૈન્ય અભિયાનમાં તહેરાન અને પશ્ચિમી ઈરાનમાં સ્થિત અનેક ઈરાની ઠેકાણા પર ભારે બોમ્બ-ગોળો વરસાવવામાં આવ્યો છે. IDFએ વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં હુમલાની ભયાવહતા જોઈ શકાય છે.
શક્તિશાળી મિસાઈલોનો ઉપયોગ
ઈઝરાયલની સેનાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો રીલિઝ કરતાં કહ્યું છે કે, થોડી મિનિટો પહેલા જ તહેરાનમાં 'ઈરાની આતંકી શાસન'ના મુખ્યાલયને સટીક રીતે નિશાન બનાવવામાં આવ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે શક્તિશાળી મિસાઈલોએ પળવારમાં કોન્ક્રિટના મજબૂત ઢાંચાને નેસ્તનાબૂદ કરી દીધું. IDFએ કહ્યું કે આ સ્ટ્રાઈક તે સિસ્ટમ પર પ્રહાર છે જે ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવી રહ્યું હતું.
ઈરાનને જુલમથી આઝાદ કરાવીશું: નેતન્યાહૂ
સાથે જ જણાવ્યું છે કે, ઈઝરાયલી લડાકૂ વિમાનોએ ઈરાનમાં સેંકડો લક્ષ્યોને ટાર્ગેટ કર્યા છે, જેમાં ઈરાની શાસનના લોન્ચર અને રણનૈતિક ઠેકાણા પણ સામેલ છે. ઈઝરાયલએ એ ચેતવણી આપી છે કે આ તો શરૂઆત છે, સતત અને ઘાતક હુમલા યથાવત રહેશે. ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાનના આતંકી શાસન વિરૂદ્ધ હુમલા થશે. હજુ હજારો હુમલા થશે. ઈરાનને જુલમથી આઝાદ કરાવીશું.
આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન: ચીન અને રશિયા
રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ખામેનેઈના મોતને હત્યા ગણાવી કહ્યું છે કે, માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન થયું છે. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરાર આપતા કહ્યું છે કે, 'ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો અને આંતર રાષ્ટ્રીય સંબંધોના માપદંડનું ખુલ્લુ ઉલ્લંઘન છે. ચીન તેના વિરુદ્ધમાં છે અને હુમલાની ઘોર નિંદા કરે છે.
ઈરાનના ચીફ ઓપ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવીનું મોત
IRNA એજન્સીનું કહેવું છે કે, શનિવારે ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાની આર્મીના ચીફ ઓફ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવી અને ડિફેન્સ મિનિસ્ટર અજીજ નસીરજાદેહ માર્યા ગયા.
એવો હુમલો કરીશું જે ક્યારેય જોયો નહીં હોય: ટ્રમ્પ
ઈરાનના હુમલા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાને હાલમાં કહ્યું છે કે તેઓ ખુબ મોટો હુમલો કરશે. પરંતુ સારું રહેશે કે તેઓ એવું ના કરે, કારણ કે જો તેઓ એવું કરશે તો અમે તેના પર એવો ભયંકર હુમલો કરીશું, જ પહેલા ક્યારેય નહીં જોયો હોય.









