World

અમેરિકા ઈઝરાયલની પડખે આવ્યું પણ રશિયાએ ઈરાનની મદદ કેમ ન કરી? પુતિનનો ચોંકાવનારો જવાબ

By GS Team
23 Jun 20252 mins read
This article was originally published on 23 Jun 2025
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં અમેરિકા ઈઝરાયલના પડખે આવ્યું છે. તેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, અમેરિકા ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાનો બનાવ્યા બાદ પણ રશિયા સીધા ઈરાનના બચાવમાં આવવાને બદલે શા માટે સાઈડમાં રહ્યું. રશિયા અને ઈરાન વચ્ચે દાયકાઓથી ગાઢ સંબંધો છે. પુતિને કહ્યું કે, 'તેઓ આ સંઘર્ષમાં તટસ્થ રહેવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે રશિયન ભાષી લોકો ઈઝરાયલમાં મોટી સંખ્યામાં રહે છે.' સેન્ટ પીટર્સગર્બ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ દરમિયાન પુતિને કહ્યું હતું કે, 'હું આપનું ધ્યાન એ તરફ આકર્ષિત કરવા ઉચ્છુ કે, પૂર્વ સોવિયત સંઘ અને રશિયન સંઘના બે મિલિયન લોકો ઈઝરાયલમાં રહે છે. જે આજે રશિયન ભાષી દેશ છે. અને અલબત્ત, રશિયાના સમકાલીન ઈતિહાસમાં આપણે હંમેશા આ વાત ધ્યાનમાં રાખીએ છીએ.'

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા ઈઝરાયલની પડખે આવ્યું પણ રશિયાએ ઈરાનની મદદ કેમ ન કરી? પુતિનનો ચોંકાવનારો જવાબ

Iran Israel War, Putin statement : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં અમેરિકા ઈઝરાયલના પડખે આવ્યું છે. તેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, અમેરિકા ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાનો બનાવ્યા બાદ પણ રશિયા સીધા ઈરાનના બચાવમાં આવવાને બદલે શા માટે સાઈડમાં રહ્યું. રશિયા અને ઈરાન વચ્ચે દાયકાઓથી ગાઢ સંબંધો છે. પુતિને કહ્યું કે, 'તેઓ આ સંઘર્ષમાં તટસ્થ રહેવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે રશિયન ભાષી લોકો ઈઝરાયલમાં મોટી સંખ્યામાં રહે છે.' સેન્ટ પીટર્સગર્બ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ દરમિયાન પુતિને કહ્યું હતું કે, 'હું આપનું ધ્યાન એ તરફ આકર્ષિત કરવા ઉચ્છુ કે, પૂર્વ સોવિયત સંઘ અને રશિયન સંઘના બે મિલિયન લોકો ઈઝરાયલમાં રહે છે. જે આજે રશિયન ભાષી દેશ છે. અને અલબત્ત, રશિયાના સમકાલીન ઈતિહાસમાં આપણે હંમેશા આ વાત ધ્યાનમાં રાખીએ છીએ.'

ટીકાકારોને પુતિને આપ્યો જવાબ

રશિયામાં પોતાના સહયોગી પ્રત્યેની વફાદારી પર સવાલ ઉઠાવનારા ટીકાકારોને જવાબ આપતા પુતિને કહ્યું કે, 'અરબી અને ઈસ્લામી બંને દેશો સાથે રશિયાના સંબંધો ઘણા સમયથી મૈત્રીપૂર્ણ રહ્યા છે. જેમાં રશિયાની 15 ટકા વસ્તી મુસ્લિમ છે. રશિયા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)માં પણ નિરીક્ષક છે.'

અમેરિકાએ કર્યો ઈરાન પર હુમલો

અમેરિકા દ્વારા 14000 કિલોગ્રામના બંકર-બસ્ટર બોમ્બ અને ઓપરેશન મિડનાઈટ હેમરને અંજામ આપ્યા બાદ પુતિનનું નિવેદન સામે આવ્યું હતું. અમેરિકા દ્વારા ઈરાનના પ્રમુખ સૈન્ય ઠેકાણાઓ ફોર્ડો, નતાંજ અને ઈસ્ફહાન પર હુમલા કરાયા હતા. જ્યારે ટ્ર્મ્પે હુમલાને 'એક શાનદાર સૈન્ય સફળતા' બતાવી અને દાવો કર્યો કે, ઈરાનના મુખ્ય પરમાણુ સંવર્ધન સુવિધાઓ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ છે. 

આ પણ વાંચો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ કહ્યું કે, જ્યાં સુધી જવાબી કાર્યવાહી ન કરે ત્યાં સુધી દેશ શાંતિ મંત્રણા કે રાજદ્વારીમાં પરત નહીં આવશે. અગાઉ પુતિને ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરારમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓફરને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, 'મારા પર એક અહેસાન કરો, તમે તમારી જાતે મધ્યસ્થી કરો. પહેલા રશિયા સાથે મધ્યસ્થી કરીએ.'