World

હોર્મુઝમાં હવે આરપારની જંગ! ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે વૈશ્વિક સ્તરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વની સાત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ (G7) અને યુરોપિયન યુનિયન (EU)એ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને નાગરિક અને ઉર્જા માળખા પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. અમેરિકના પ્રમુખ ટ્રમ્પના કડક વલણ બાદ હવે G7 દેશોએ લશ્કરી અને રાજદ્વારી પ્રતિભાવની તૈયારીઓ તેજ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં હવે આરપારની જંગ! ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી

Iran-Israel Conflict: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે વૈશ્વિક સ્તરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વની સાત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ (G7) અને યુરોપિયન યુનિયન (EU)એ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને નાગરિક અને ઉર્જા માળખા પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. અમેરિકના પ્રમુખ ટ્રમ્પના કડક વલણ બાદ હવે G7 દેશોએ લશ્કરી અને રાજદ્વારી પ્રતિભાવની તૈયારીઓ તેજ કરી દીધી છે.

હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે લશ્કરી એસ્કોર્ટની તૈયારી

અહેવાલો અનુસાર, વૈશ્વિક ઉર્જા સુરક્ષાને જોખમમાં મૂકતા હોર્મુઝ સ્ટ્રેટ પરના સંકટને પહોંચી વળવા G7 દેશોએ એક સ્પેશિયલ વર્કિંગ ગ્રુપની રચના કરી છે. આ જૂથ મિડલ ઈસ્ટના દરિયાઈ માર્ગો પર વેપારી જહાજોને લશ્કરી સુરક્ષા પૂરી પાડવા માટેના વિકલ્પોની તપાસ કરી રહ્યું છે. સભ્ય દેશોએ સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક ઓઇલ પુરવઠાને અટકાવવાના કોઈપણ પ્રયાસ સામે તેઓ તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છે.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર પરમાણુ કેન્દ્ર નષ્ટ કરી નાંખીશું: ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટિમેટમ

G7 દેશોએ ઈરાનના હુમલાઓને ગણાવ્યા "અયોગ્ય"

કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે 'ઈરાન અને તેના પ્રોક્સી સંગઠનો દ્વારા કરવામાં આવતા હુમલાઓ સંપૂર્ણપણે અયોગ્ય છે.' G7 દેશોએ પ્રાદેશિક સાથીઓ સાથે મજબૂતીથી ઊભા રહેવાની અને ઈરાન સામેના સ્વ-બચાવના અધિકારને ટેકો આપવાની જાહેરાત કરી છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ વિશ્વયુદ્ધની આરે

ઉલ્લેખનીય છે કે 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ યુદ્ધ હવે વિશ્વયુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. આ કટોકટીના ઉકેલ માટે અને ભાવિ રણનીતિ ઘડવા માટે આગામી 24મી અને 25મી માર્ચે પેરિસમાં G7 દેશોની એક ખાસ કટોકટી બેઠક બોલાવવામાં આવી છે. ઓઈલના વધતા ભાવ અને હોર્મુઝની નાકાબંધી આ બેઠકના મુખ્ય એજન્ડા રહેશે.