Get The App

'પાકિસ્તાન ભરોસાને લાયક નથી, એ ટ્રમ્પ સામે ઝૂકે છે...', શાંતિ મંત્રણા મુદ્દે ઈરાને કરી ફજેતી

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
'પાકિસ્તાન ભરોસાને લાયક નથી, એ ટ્રમ્પ સામે ઝૂકે છે...', શાંતિ મંત્રણા મુદ્દે ઈરાને કરી ફજેતી 1 - image


Iran Criticizes Pakistan's Mediation Role with US: અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર સંઘર્ષને શાંત કરવા માટે પાકિસ્તાન મધ્યસ્થીનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ઈરાને હવે પાકિસ્તાનની ભૂમિકા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. ઈરાની સંસદના સુરક્ષા પંચના પ્રવક્તા અને સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન એક પડોશી તરીકે સારું છે, પરંતુ મધ્યસ્થી તરીકે તે તટસ્થ નથી.

નિષ્પક્ષતાનો અભાવ

ઈબ્રાહિમ રેઝાઈએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકેની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. એક મધ્યસ્થીએ નિષ્પક્ષ હોવું જોઈએ, જ્યારે પાકિસ્તાન હંમેશા અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના હિતોનું સમર્થન કરે છે.

ટ્રમ્પ સામે નમતું વલણ

ઈરાની સાંસદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પાકિસ્તાન અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની હિંમત કરતું નથી. તે હંમેશા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકી જાય છે. રેઝાઈએ દાવો કર્યો કે ભૂતકાળમાં અમેરિકાએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સ્વીકાર્યા હતા પરંતુ બાદમાં તે ફરી ગયું હતું, તેમ છતાં પાકિસ્તાન આ મુદ્દે મૌન રહ્યું છે. પાકિસ્તાન લેબનાન મુદ્દે કે ઈરાનની અટકાવેલી સંપત્તિઓ વિશે અમેરિકાની અધૂરી કમિટમેન્ટ્સ પર પણ કંઈ બોલતું નથી.

રાજદ્વારી મડાગાંઠ

પાકિસ્તાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તાજેતરમાં જ પાકિસ્તાનના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી, પરંતુ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાન પ્રવાસ રદ કરાયા બાદ અને હવે ઈરાનના આ આકરા વલણ બાદ શાંતિ વાર્તા અધ્ધરતાલ હોય તેમ જણાય છે. ઈરાનનું માનવું છે કે પાકિસ્તાન માત્ર અમેરિકાના એજન્ડાને આગળ વધારી રહ્યું છે.