ઇરાનનો 10 જહાજો પર હુમલો અને યુએસની ડ્રોન સબમરીન કબજે કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મધ્ય પૂર્વમાં ફરી અમેરિકા-ઇરાન યુદ્ધ ફરીથી તીવ્ર બન્યું
- અમેરિકાએ ઇરાનના પાંચ ઓઇલ ટેન્કરો ડૂબાડયા, અમેરિકાના બે યુદ્ધજહાજ પર ઇરાનનો હુમલો નિષ્ફળ ગયો : જોર્ડનમાં યુએસ સૈન્યના મથકો પર ઇરાનના હુમલા
- યમનમાં સાઉદી સમર્થિત સરકારી સેનાએ હુથી બળવાખોરો પાસેથી મહત્ત્વના વિસ્તાર છીનવ્યાનો દાવો
દુબઈ : ખાડી યુદ્ધ શાંત પડવાના બદલે વધુને વધુ તીવ્ર બની રહ્યુ છે. ઓટીટી પ્લેટફોર્મ પર જેમ વેબ સિરીઝ આવે તેમ અગાઉ અટકી ગયા પછી ફરીથી શરૂ થયેલા ખાડી યુદ્ધ પાર્ટ-ટુમાં ફરી અમેરિકા-ઇરાન આમને-સામને છે. ખાડી યુદ્ધ પાર્ટ-ટુમાં અમેરિકાએ ઇરાનના પાંચ ટેન્કરો ખતમ કરી નાખ્યા છે તો ઇરાને પણ વળતો પ્રહાર કરતાં ૧૦ ટેન્કરો પર હુમલો કર્યાનો અને જોર્ડનમાં અમેરિકાના લશ્કરી મથકને નોંધપાત્ર નુકસાન પહોંચાડયાનાતથો અમેરિકાની ડ્રોન સબમરીન જપ્ત કર્યાનો દાવો કર્યો છે.
આ ડ્રોન સબમરીન હોર્મુઝમાં ઇરાને બીછાવેલી અંડર વોટર સુરંગનો પત્તો લગાવતી હોવાનું કહેવાય છે. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ જણાવ્યું હતું કે તેમણે જટિલ ઇન્ટેલિજન્સ ઓપરેશન પાર પાડતી અમેરિકાની આ ડ્રોન સબમરીનને ડાઇવ એલડી તરીકે ઓળખવામાં આવી છે. આ સબમર્સીબલ વ્હીકલને વિશ્વની અત્યંત આધુનિક સરફેસ વ્હીકલ ટેકનોલોજીવાળુ ઉપકરણ મનાય છે. આ ઉપરાંત એક અલગ નિવેદનમાં આઇઆરજીસીએ દાવો કર્યો હતો કે તેની એર ડિફેન્સ સિસ્ટમ્સે હોર્મુઝની ખાડી પર ઝળુંબતુ એમક્યુ-રીપર ડ્રોન તોડી પાડયુ હતુ. જોર્ડને જણાવ્યું હતું કે ઇરાને તેમના પર ૨૦ મિસાઇલ છોડયા હતા, તેમાથી ૧૮ તેણે નિષ્ફળ બનાવ્યા હતા અને બાકીના બે ખાલી જગ્યાએ પડયા હતા.
આઇઆરજીસીની જાહેરાતના પગલે અમેરિકાએ જણાવ્યું હતું કે તેમનું એક અંડર વોટર સર્વેલન્સ વ્હીકલ બગડી ગયુ હતુ, જે સમુદ્રની આંતરિક પ્રવૃત્તિઓનું સર્વેક્ષણ કરે છે. તે બગડી ગયુ હતુ. તેની અંદર કોઈ સંવેદનશીલ ઉપકરણો કે વિગતો નથી, એમ પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું હતું. આ ડ્રોન સબમરીન અમેરિકાની એન્ડુરિલ દ્વારા બનાવવામાં આવી છે. તે બેઝ પર પરત ફર્યા વગર દસ દિવસ સુધી કામ કરી શકે છે. તે છ હજાર મીટર (૧૯,૭૦૦ ફૂટ ઊંડે) સુધી જઈ શકે છે. આવા એક યુનિટની કિંમત ૨૫ લાખ ડોલર છે, એમ યુએસ મિલિટરી વેબસાઇટ ડિફેન્સ સ્કૂપના ૨૦૨૪ના અહેવાલને ટાંકીને જણાવાયું હતું.
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમે) દાવો કર્યો હતો કે તેઓએ ઇરાનના પાંચ ક્રૂડ ઓઇલ ટેન્કર ડૂબાડી દીધા છે. ઇરાને અમેરિકાના બે યુદ્ધજહાજ પર હુમલો કર્યો, તેનો વળતો જવાબ આપતા અમેરિકાએ આ પગલું ભર્યું હતું. ઇરાને અમેરિકાના જોર્ડન સ્થિત લશ્કરી મથક પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકાને ખાસ્સુ નુકસાન પહોંચ્યાનો અને તેની પેટ્રેયિટ મિસાઇલોની બેટરીની ક્ષમતાને ફૂંકી માયાનો ઇરાને દાવો કર્યો છે. જો કે તેની વાસ્તવિક ચકાસણી થઈ શકી નથી. ઇરાને બહેરીન અને કુવૈત પાસે હાજર ઓઇલ ટેન્કરોને પણ ચેતવણી આપી છે. ઇરાને ધમકી આપી છે કે જે પણ અમારી સામેની કાર્યવાહીમાં અમેરિકા સાથે સહયોગ કરશે તેના પર હુમલો કરીશું.
યમનમાં હુથીઓ અને સરકારી લશ્કર વચ્ચે ચાલતા યુદ્ધમાં મહત્ત્વનો વળાંક આવ્યો હોવાનો દાવો કરવામાંં આવ્યા છે. યમનની સરકારી સેનાએ હુથીઓના મહત્ત્વના શહેરો અને ગામો કબ્જે કર્યા હોવાું કહેવામાં આવી રહ્યુ છે. તેમણે દક્ષિણ મારિબમાં હુથી બળવાખોરો સામે મોટાપાયા પર અભિયાન શરૂ કર્યાનો દાવો કર્યો છે. સાઉદી સમર્થિત યમનના લશ્કરે જણાવ્યું હતું કે તોઇલ અને અલ-બારા મોરચા પર હુથી બળવાખોરો સામે યુદ્ધ જારી છે. આ યુદ્ધમાં તેમને નોંધપાત્ર સફળતા મળી રહી છે. તેમણે આ સમૂહને ભારે નુકસાન પહોચાડયાનો દાવો કર્યો છે. હુથીઓ પર સાઉદીએ ૨૪ કલાકમાં યમનના ચાર રાજ્યોના ૩૨ એર સ્ટ્રાઇક કરી મોટો ફટકો માર્યો છે. આ દરમિયાન જેલ પર સાઉદીની સ્ટ્રાઇકમાં મૃત્યુઆંક ૨૩ પર પહોંચ્યો છે અને સાત હજી પણ ગુમ છે.




