World

ચીનમાં એઆઇ અને રોબોટિક્સ કંપનીઓનાં આઇપીઓની ધૂમ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
હોંગકોંગમાં આજે ઇ-કોમર્સ અને ફાસ્ટ ફેશન કંપની શિનનાં શેરનું લિસ્ટિંગ થયું. આ કંપનીના IPOમાં 1.7 અબજ ડોલર એકત્ર થયા છે. ચીનમાં AI અને એડવાન્સ ટેકનોલોજી કંપનીઓના IPOમાં રોકાણકારોનો ભારે રસ જોવા મળી રહ્યો છે. શાંઘાઇમાં CXMTના IPOએ ચીનને AI ટેક મેન્યુફેકચરિંગમાં મહત્ત્વપૂર્ણ સ્થાન અપાવ્યું છે. આ તેજી ચીનની ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાની મહત્ત્વકાંક્ષા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં એઆઇ અને રોબોટિક્સ કંપનીઓનાં આઇપીઓની ધૂમ
  • ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાની ચીનની મહત્ત્વકાંક્ષાનો પુરાવો
  • ચીનમાં આજે ઇ-કોમર્સ અને ફાસ્ટ ફેશન કંપની શિનનાં શેરનું લિસ્ટિંગ : કંપનીનાં આઇપીઓમાં 1.7 અબજ ડોલર એકત્ર

હોંગકોંગ : ચીનનાં શેરબજારો નવા આઇપીઓને કારણે તેજીમાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને અન્ય એડવાન્સ ટેકનોલોજી ધરાવતી કંપનીઓનાં આઇપીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.
ચીનમાં શરૂ થયેલ ઇ-કોમર્સ અને ફાસ્ટ ફેશન કંપની શિનનાં શેર મંગળવારે હોંગકોંગમાં લિસ્ટ થવાના છે. આ એક બ્લોક બ્લસ્ટર આઇપીઓ હતો જેમાં ૧.૭ અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે.
જુલાઇમાં ચીનની સૌથી મોટી મેમરી ચીપ બનાવનારી કંપની સીએક્સએમટીએ શાંઘાઇમાં ૮.૬ અબજ ડોલરથી વધુ એકત્ર કર્યા હતાં. આ ચીનનો બીજો સૌથી મોટો આઇપીઓ હતો.ટ્રેડિંગનાં પ્રથમ દિવસે તેમાં ૪૬૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં સિનિયર રિસર્ચ એનાલિસ્ટ રૂઇયિંગ ઝાઓએ જણાવ્યું છે કે વર્તમાન આઇપીઓ તેજી એઆઇ અને રોબોટિક્સમાં રોકાણકારોનાં રસનાં કારણે છે.
શાંઘાઇનાં શેરબજારમાં ટ્રેડિંગ સામાન્ય રીતે રિટેલ રોકાણકારો દ્વારા સંચાલિત હોય છે. આઇઓએન એનાલિટિક્સમાં એપીએસી ઇક્વિટી કેપિટલ માર્કેટનાં પ્રમુખ પેરિસ લીએ જણાવ્યું છે કે શાંઘાઇમાં સીએક્સએમટીનાં આઇપીઓએ ચીનને એઆઇથી જોડાયેલ ટેક મેન્યુફેકચરિંગમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સ્થિતિમાં લાવીને ઉભુ કર્યુ છે. આ તેજી ચીનની ટેકનોલોજી બાબતમાં આત્મનિર્ભર બનવાની મહત્ત્વકાંક્ષાઓનો પણ પુરાવો છે.૨૦૧૬માં શરૂ થયેલી આ કંપની રેવન્યુ દર વર્ષે ૭૦૦ ટકા વધીને ૭.૫ અબજ ડોલર થઇ ગઇં છે. આ વધારો ૨૦૨૬નાં શરૂઆતનાં ત્રણ મહિનામાં એઆઇ માટે જરૂરી કોમ્પ્યુટર ચિપ્સની માંગમાં ઉછાળાને કારણે જોવા મળ્યો છે.