Iran seizes oil tanker in Oman: ઈરાને ઓમાનની ખાડીમાં એક ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે. ઈરાની મીડિયાએ શનિવારે સવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓઇલ ટેન્કરમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશના 18 ક્રૂ મેમ્બર સવાર હતા. ઈરાનની અર્ધસરકારી ફોર્સ ન્યૂઝ એજન્સીએ હોર્મોજગાનના દક્ષિણ પ્રાંતના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે, ઓમાન દરિયા કિનારા નજીક 60 લાખ લીટર ગેરકાયદે ડીઝલ ઈંધણ લઈ જઈ રહેલા એક ઓઈલ ટેન્કરને કબજામાં લેવાયું છે. અધિકારીએ એમ પણ કહ્યું કે, જહાજને રોકવા જતા પહેલા પોતાની તમામ નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી.
ઈરાનની સતત કાર્યવાહી
ઈરાની સેના નિયમિત રીતે તે જહાજોને રોકવાની જાહેરાત કરે છે, જે અંગે તેઓ કહે છે કે તે ખાડીમાં ગેરકાયદે ઈંધણ લઈ જઈ રહ્યા છે. ઈરાનમાં છૂટક ઈંધણના ભાવ દુનિયામાં સૌથી ઓછા છે, જેને લઈને બીજા દેશોમાં સ્મગલિંગ કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. ગત મહિને જ ઈરાની અધિકારીઓએ વધુ એક ટેન્કરને જપ્ત કર્યું હતું, જેમાં એક ગેરકાયદે કાર્ગો હોવાનો દાવો કરાયો હતો. જોકે, ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્યવાહી કોઈ દેશ સાથે બદલો લેવાની ભાવના નથી.
આ પણ વાંચો: અચાનક 100-100 ફૂટના 700 ભુવા પડતાં તૂર્કિયેમાં અચંબો! સૌથી વધુ નુકસાન ખેડૂતોને
ઈરાનના આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવાનો ઈતિહાસ રહ્યો છે. નવેમ્બરમાં તેણે હોર્મુઝ જલડમરૂમધ્યમાં માર્શલ આઇલેન્ડ્સના ઝંડા વાળા ટેન્કર તલારાને જપ્ત કર્યું હતું. તેહરાને આરોપ લગાવ્યો હતો કે, આ સિંગાપુર જતા સમયે પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ગેરકાયદે ખેપ લઈ જઈ રહ્યું હતું. આ ઓપરેશન એક કોર્ટના આદેશ બાદ થયું હતું.
અમેરિકાએ પણ સીઝ કર્યું હતું ટેન્કર
ઈરાને આ લેટેસ્ટ કાર્યવાહી અમેરિકા દ્વારા વેનેઝુએલાના દરિયાકાંઠે એક ઓઇલ ટેન્કર જપ્ત કર્યાના બે દિવસ બાદ કરી છે. વોશિંગ્ટને કહ્યું કે, જહાજ હિઝબુલ્લાહ અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્ટનું સમર્થન કરનારા પ્રતિબંધિત ઓઇલ નેટવર્કનો ભાગ હતો. અમેરિકન નાણા વિભાગે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર અને હિઝબુલ્લાહ સાથે કથિત કનેક્શન માટે વેનેઝુએલા પર પ્રતિબંધ લગાવાયો હતો. અમેરિકન કોસ્ટગાર્ડે એક હેલિકોપ્ટરથી જહાજ પર ચઢીને તેના પર કબજો કર્યો હતો.
આ પણ વાંચો: થાઈલેન્ડ-કમ્બોડિયા સરહદે ભયાનક બોમ્બમારો, ટ્રમ્પનો સીઝફાયરનો દાવો 'મજાક' બન્યો


