અમેરિકા: વૉશિંગ મશીન વાપરવાના ઝઘડામાં ભારતીયની હત્યા, માથું ધડથી અલગ કરી દીધું
હુમલાખોર (ડાબે) અને મૃતક ભારતીય (જમણે) |
US News: અમેરિકાના ડલાસ શહેરમાં એક ભારતીય મૂળના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 10 સપ્ટેમ્બરે ટેક્સાસના ડલાસ સ્થિત ડાઉનટાઉન સૂટ્સ મોટલમાં થઈ હતી, જ્યાં ભારતીય મૂળના 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયાની પત્ની અને પુત્રની હાજરીમાં કુહાડીથી ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. ચંદ્રમૌલી નાગમલ્લૈયા આ મોટલના માલિક હતા, જેણે એક ગેસ્ટને તૂટેલું વૉશિંગ મશીન નહીં વાપરવાની ભલામણ કરી હતી. આવી સામાન્ય બાબતમાં ઝઘડો થતાં તેણે નાગમલ્લૈયાનું માથું ધડથી અલગ કરી દીધું હતું.
શું હતી ઘટના?
આ હુમલો ટેક્સાસમાં ટેનિસન ગોલ્ફ કોર્સ નજીક ઇન્ટરસ્ટેટ 30 નજીક ડાઉનટાઉન સ્યુટ્સ મોટલમાં થયો હતો. ડલાસ પોલીસે હત્યા કેસમાં યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને નામના વ્યક્તિ પર શંકા છે. હાલ, પોલીસે હત્યાના આરોપમાં તેની ધરપકડ કરી લીધી છે. જેલના રેકોર્ડ અનુસાર, આરોપી પર બૉન્ડ વિનાની ધરપકડનો આદેશ છે અને તેના પર ઇમિગ્રેશન ડિટેનરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બ્રાઝિલના પૂર્વ પ્રમુખ બોલ્સોનારો સત્તાપલટાનું કાવતરું ઘડવા બદલ દોષિત, 27 વર્ષથી વધુ સજા
મળતી માહિતી મુજબ, ચંદ્રમૌલી નાગમલ્લૈયા મોટલમાં તેમની પત્ની અને પુત્ર સાથે હતા ત્યારે તેમણે યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ અને તેમની મહિલા સાથીદારને ખરાબ વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું. પોલીસે જણાવ્યું હતું કે, યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ આ સહન કરી શક્યા નહીં કારણ કે નાગમલ્લૈયાએ પોતાની વાત મહિલા સાથીદારના માધ્યમ દ્વારા કરી હતી.
ગુનાની હકીકત
ત્યાર બાદ, આરોપી ગુસ્સામાં રૂમમાંથી બહાર આવ્યો, છરી કાઢી અને ચંદ્રમૌલી પર હુમલો કર્યો. નાગમલ્લૈયા મદદ માટે બૂમો પાડતો મોટલના પાર્કિંગ એરિયા તરફ દોડ્યો, પરંતુ કોબોસ-માર્ટિનેઝ તેનો પીછો કર્યો અને વારંવાર કુહાડીથી તેના પર હુમલો કર્યો. નાગમલ્લૈયાની પત્ની અને પુત્ર, જે ફ્રન્ટ ઓફિસમાં હતા, બહાર આવ્યા અને વચ્ચે પડવાનો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને દૂર ધકેલી દીધા અને પછી હુમલો કરતા રહ્યા.
આ પણ વાંચોઃ ઇઝરાયેલે યમન-ગાઝામાં ભયાનક હુમલા કર્યા: 76નાં મોત
હત્યા બાદ તેણે ગરદન પર લાત મારી અને પછી તેને કચરાપેટીમાં ફેંકી દીધી.
CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, આરોપીએ પાર્કિંગમાં ચંદ્રમૌલીના ગરદન પર બે વાર લાત મારી, પછી તેને કચરાપેટીમાં ફેંકી દીધો. નજીકમાં હાજર ડલાસ ફાયર-રેસ્ક્યુ કર્મચારીઓએ લોહીથી લથપથ આરોપીનો પીછો કર્યો અને પોલીસ આવતાની સાથે જ તેને પકડી લીધો.
આરોપીએ ગુનો કબૂલ્યો
પોલીસે કહ્યું કે, આરોપીએ કુહાડીથી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. જોકે, આ ઘટના પૂર્વયોજિત હતી કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આ હત્યા ભારતીય સમુદાયમાં ઊંડા શોક અને ચિંતાનો વિષય બની ગઈ છે. પોલીસ આ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને ખાતરી આપી છે કે આરોપીને ટૂંક સમયમાં સજા કરવામાં આવશે.