Get The App

બ્રાઝિલના પૂર્વ પ્રમુખને 27 વર્ષથી વધુની સજા થતાં ટ્રમ્પથી ના રહેવાયું, કહ્યું - આ તો ખોટું કહેવાય...

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
બ્રાઝિલના પૂર્વ પ્રમુખને 27 વર્ષથી વધુની સજા થતાં ટ્રમ્પથી ના રહેવાયું, કહ્યું - આ તો ખોટું કહેવાય... 1 - image


Brazil News : બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની પેનલે પૂર્વ પ્રમુખ જાયર બોલ્સોનારોને સત્તાપલટાનું કાવતરું ઘડવાના દોષિત ઠેરવ્યા અને તેમને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી. 2022ની ચૂંટણી હાર્યા બાદ બોલ્સોનારો પર ગેરકાયદેસર રીતે સત્તામાં રહેવા માટે દેશમાં બળવાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો હતો. આ નિર્ણયથી તેમના દ્વારા સ્થાપિત જમણેરી પોપ્યુલિસ્ટ આંદોલનને મોટો ફટકો પડ્યો છે.

ટ્રમ્પે કરી ચુકાદાની ટીકા 

અહેવાલ મુજબ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની પેનલે બોલ્સોનારોને દેશની લોકશાહી પર હુમલો કરવાના દોષિત ઠેરવ્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પૂર્વ પ્રમુખ આવા આરોપમાં દોષિત ઠર્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયની સખત નિંદા કરી છે.

ટ્રમ્પ શું બોલ્યાં? 

બોલ્સોનારોને દોષિત ઠેરવવા પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને બોલ્સોનારોના કાનૂની પડકારોની તુલના પોતાની સાથે કરતાં કહ્યું કે "આ બરાબર એવું જ છે જેવું તેમણે મારી સાથે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તો ખોટું કહેવાય. આ ચુકાદાથી બ્રાઝિલ માટે નકારાત્મક પરિણામો આવી શકે છે. બ્રાઝિલ પર સંભવિત નવા પ્રતિબંધો વિશે પૂછવામાં આવતા, ટ્રમ્પે કોઈ ચોક્કસ જવાબ ન આપ્યો.  

ચુકાદામાં જજે શું કહ્યું? 

ન્યાયાધીશ કાર્મેન લુસિયાએ તેમના નિર્ણય પહેલાં કહ્યું હતું કે આ ગુનાઈત કેસ બ્રાઝિલના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક સીમાચિહ્નરૂપ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બોલ્સોનારોએ લોકશાહી અને બંધારણીય સંસ્થાઓને નબળા પાડવાના ઇરાદાથી આ કાવતરું ઘડ્યું હતું.  

Tags :