Get The App

ઇઝરાયેલે યમન-ગાઝામાં ભયાનક હુમલા કર્યા: 76નાં મોત

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
ઇઝરાયેલે યમન-ગાઝામાં ભયાનક હુમલા કર્યા: 76નાં મોત 1 - image


- હુથી બળવાખોરોની વળતો જવાબ આપવાની ચેતવણી

- ઇઝરાયેલે દોહામાં કરેલા હુમલાથી મધ્યપૂર્વમાં રાજકીય તનાવ વધ્યો: આરબ દેશો લાલઘૂમ થયા

ગાઝા : ઇઝરાયેલે યેમેન અને ગાઝામાં ભીષણ હુમલા જારી રાખ્યા છે. યમને મિસાઇલ છોડયા પછી ઇઝરાયેલે કરેલી એરસ્ટ્રાઇકમાં ત્યાં ૩૫ના મોત થયા છે અને ગાઝામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરેલા હુમલામાં ૪૧ના મોત નીપજ્યા છે. આમ કુલ ૭૬ના મોત નીપજ્યા છે. આટલું ઓછું હોય તેમ ઇઝરાયેલે ગાઝામાં ઓપરેશનનો વ્યાપ વધારતા દસ લાખ ગાઝાવાસીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો છે.

ઇઝરાયેલે યમન પર કરેલા હુમલામાં ૩૫ના મોત થયા છે અને ૧૩૦થી પણ વધુને ઇજા થઈ છે, આ મૃત્યુઆંક વધી પણ શકે છે એમ યમનના હુથી શાસિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હુથી બળવાખોરો ઇઝરાયેલના એરપોર્ટ પર કરેલા સફળ હુમલા પછી ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો હતો. ઇઝરાયેલે યમનની રાજધાની સના પર હુમલો કર્યો હતો, અહીં મુખ્યત્વે હુથીઓના મિલિટરી હેડક્વાર્ટર અને ફ્યુઅલ સ્ટેશન આવેલા છે. ઇઝરાયેલે તેના પર હુમલો કર્યો હતો. 

ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરેલા હુમલામાં કુલ ૪૧ના મોત નીપજ્યા છે. જ્યારે ૧૮૪થી વધારે લોકોને ઇજા થઈ છે. આમ ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં મૃત્યુ પામનારાઓનો આંકડો ૬૪,૬૦૦ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત યુદ્ધ શરૂ થયા પછી ૪૦૪ ગાઝાવાસીઓ કુપોષણના લીધે મરી ગયા છે અને તેમા ૧૪૧ બાળકોનો સમાવેશ થાય છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતુ કે અમે ઇઝરાયેલ પર હુમલા કરવાના જારી રાખીશું. પેલેસ્ટાઇનના સમર્થનમાં અમારા ઇઝરાયેલ પર હુમલા જારી રહેશે. તેમણે ઇઝરાયેલને વધુ હુમલાની ચેતવણી પણ આપી હતી. આ દરમિયાન ઇઝરાયેલે દસ લાખની વસ્તી ધરાવતા ગાઝા શહેરને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. તેણે ગાઝાવાસીઓને દક્ષિણે બનાવવામાં આવેલા કેમ્પમાં જવા કહ્યું છે. 

આ દરમિયાન ઇઝરાયેલે કતારના દોહા પર કરેલા હુમલાને આખા મધ્યપૂર્વના દેશોએ વખોડી કાઢ્યું છે. કતાર અમેરિકાનું સહયોગી મનાય છે અને ત્યાં ઇઝરાયેલના હુમલાથી આખુ આરબ જગત નારાજ થયું છે. તેનાથી મધ્યપૂર્વમાં તનાવ વધી ગયો છે. 

Tags :