Get The App

અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં બોટ ડૂબી: બે ભારતીય બાળકો ગુમ, માતા-પિતા સારવાર હેઠળ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં બોટ ડૂબી: બે ભારતીય બાળકો ગુમ, માતા-પિતા સારવાર હેઠળ 1 - image


US News: અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. સોમવારે સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતાં, તે પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ડૂબી ગયા હતાં. જોકે, બાળકોના માતા-પિતા ભાગ્યશાળી હતા તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમના બે બાળકો ગુમ છે. 

બે બાળકો થયા ગુમ

સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આજે સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો નજીકના દરિયા કિનારે બોટ પલટી જવાની દુ:ખદ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ ગુમ થયા છે તેમજ ચાર ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ હતો. જેમના બે બાળકો ગુમ થઈ ગયા છે અને તેમના માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.'

અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં બોટ ડૂબી: બે ભારતીય બાળકો ગુમ, માતા-પિતા સારવાર હેઠળ 2 - image

આ પણ વાંચોઃ સ્વેચ્છાએ સ્વદેશ ફરનારાઓને ટ્રમ્પ આપશે 1000 ડોલર અને પ્રવાસ ભથ્થુું, ડિપોર્ટેશન ખર્ચ ઘટાડવા મોટો નિર્ણય

ચાર લોકો ઝડપાયા

નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં ચાર લોકો ઝડપાયા હતાં. જેમાં હે ઈજાગ્રસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને અન્ય બેની અટકાયત કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના પ્રવક્તા હન્ટર સ્નેબેલે જણાવ્યું કે, અટકાયત કરવામાં આવેલા બંને લોકો તસ્કરો હોવાની આશંકા છે. 

આ પણ વાંચોઃ પાકિસ્તાનની કાગારોળ: ખ્વાજા આસિફે ફરી કહ્યું, ભારત ગમે ત્યારે કરી શકે છે હુમલો

હાલ, ગુમ થયેલા લોકોની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં કોસ્ટ ગાર્ડ કટર, ઇમરજન્સી રિસ્પોન્સ બોટ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોમાં બે બાળકો પણ છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, આ બોટ ક્યાંથી આવી રહી હતી પરંતુ, સૂર્યોદયની તુરંત બાદ મિક્સિકન સીમાથી લગભગ 35 માઇલ (56 કિ.મી) ઉત્તરની દિશાએ તે પલટી હતી. આ એક અથવા બે એન્જિનવાળી ખુલ્લી બોટ હતી. જે મોટાભાગે માછલી પકડવાના ઉપયોગમાં લેવાય છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી તસ્કરો દ્વારા આ બોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ લિવાય સમુદ્ર તટની આસપાસ અનેક ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા છે. 

Tags :