World

નિવેદનબાજીના ગંભીર પરિણામ ભોગવવા પડશે: ભારતની કેનેડાને ચેતવણી, કહ્યું- ભયના વાતાવરણમાં છે ડિપ્લોમેટ્સ

By GS Team
2 Nov 20242 mins read
This article was originally published on 2 Nov 2024
TukuTouch Logo
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખરાબર થઈ રહ્યાં છે. કેનેડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા. જેને લઈને ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યું કે, કેનેડામાં ભારતીય ડિપ્લોમેટ્સના ફોન ટેપ થયા તેની સામે અમે વિરોધ કરી રહ્યાં છીએ. ભારતે કેનેડા પર આરોપ લગાવતા કહ્યું કે, ઈન્ટરનેશનલ મીડિયામાં સમાચારોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને ખોટી જાણકારી લીક કરવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિવેદનબાજીના ગંભીર પરિણામ ભોગવવા પડશે: ભારતની કેનેડાને ચેતવણી, કહ્યું- ભયના વાતાવરણમાં છે ડિપ્લોમેટ્સ

India Warns Canada : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખરાબર થઈ રહ્યાં છે. કેનેડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા. જેને લઈને ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યું કે, કેનેડામાં ભારતીય ડિપ્લોમેટ્સના ફોન ટેપ થયા તેની સામે અમે વિરોધ કરી રહ્યાં છીએ. ભારતે કેનેડા પર આરોપ લગાવતા કહ્યું કે, ઈન્ટરનેશનલ મીડિયામાં સમાચારોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને ખોટી જાણકારી લીક કરવામાં આવી રહી છે. 

ભારતે સાફ કહી દીધું કે, કેનેડામાં ભારતીય ડિપ્લોમેટ્સ સતામણી અને ડરના માહોલમાં કામ કરી રહ્યાં છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે,  કેનેડા સરકાર સતામણી અને ધમકીમાં શામિલ છે. જ્યારે ભારતે કેનેડાને ચેતવણી પણ આપતા કહ્યું કે, તે બેજવાબદાર છે અને તેના ગંભીર પરિણામો આવશે.

ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવવા મુદ્દે ભારતનો જવાબ 

કેનેડાએ ભારતના ગૃહ મંત્રી અમિત શાહ પર કેનેડાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના પર આજે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે 'શુક્રવારે કેનેડા હાઇકમિશનના અધિકારીને બોલાવીને નિરાધાર આરોપો પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.'

ખાલિસ્તાની ગતિવિધિ મુદ્દે કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં કેનેડાના મંત્રી ડેવિડ મોરિસને ગૃહ મંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો. ડેવિડનો આરોપ હતો કે ગૃહ મંત્રી અમિત શાહના આદેશ પર ખાલિસ્તાની આતંકવાદીને મારવામાં આવ્યો હતો. એવામાં ભારતે જવાબ આપતા કહ્યું છે કે આ પ્રકારના આરોપ તદ્દન નિરાધાર અને બકવાસ છે. 

આ પણ વાંચો : 25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર: વક્ફ અને એક રાષ્ટ્ર-એક ચૂંટણી મુદ્દે થઈ શકે છે નિર્ણય

ક્યાંથી શરૂ થયો વિવાદ 

નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના કારણે ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. 18 જૂન 2023ના રોજ કેનેડામાં હરદીપની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોનો આરોપ છે કે ભારત સરકાર તથા સરકારના અધિકારીઓ આ હત્યામાં સામેલ હતા.

આ પણ વાંચો : તદ્દન નિરાધાર અને બકવાસ...: કેનેડાએ ગૃહમંત્રી શાહ પર લગાવેલા આરોપ પર ભારતનો જડબાતોડ જવાબ

જોકે ભારત સતત આ આરોપોને નકારી રહ્યું છે. આ મહિને જ કેનેડાએ આરોપ લગાવ્યા કે ભારતના ડિપ્લોમેટ્સ હરદીપની હત્યામાં સામેલ હતા. જે બાદ ભારતે હાઇકમિશનર સંજય કુમાર વર્મા તથા અન્ય છ ડિપ્લોમેટ્સને ભારત પરત બોલાવી લીધા હતા.