Get The App

'ભારતના ટેરિફને કારણે અમેરિકામાં નોકરીઓ ખતમ...', ટ્રમ્પ સહયોગી નવારોએ ફરી ઝેર ઓક્યું

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
'ભારતના ટેરિફને કારણે અમેરિકામાં નોકરીઓ ખતમ...', ટ્રમ્પ સહયોગી નવારોએ ફરી ઝેર ઓક્યું 1 - image


US Tariff: ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારતની ફરી એકવાર ટીકા કરતાં ગંભીર આરોપ લગાવ્યા છે. નવારોનું કહેવું છે કે, ભારતના ટેરિફના કારણે અમેરિકન નોકરીઓ પર સંકટ આવ્યું છે.

નવારોનું વિવાદાસ્પદ નિવેદન

નવારોનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ અમેરિકન રોજગાર રિપોર્ટમાં ભારે ઘટાડો થયો છે. ઑગસ્ટમાં નૉન-એગ્રી સેક્ટરના કર્મચારીઓની સંખ્યામાં ફક્ત 22,000નો ગ્રોથ થયો છે, જે જુલાઈના 79,000થી ખૂબ ઓછો છે. વળી, બેરોજગારી દર વધીને 4.3% થઈ ગયો છે, જે 2021 બાદ સૌથી વધુ છે. નિષ્ણાતો આ મંદીનું કારણે પ્રમુખ ટ્રમ્પના ટેરિફ, પ્રતિબંધો અને નીતિગત અનિશ્ચિતતાઓને માની રહ્યા છે. જેના કારણે રોજગારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ટ્રમ્પના સહયોગી આ માટે ભારતને જવાબદાર ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કેનેડાની પોલ ખુલી, ખાલિસ્તાની સંગઠનોને આર્થિક ફન્ડિંગ કરતું હોવાનો રિપોર્ટમાં ખુલાસો

ટ્રમ્પના સહયોગીઓનો ગંભીર આરોપ

નવારોએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, 'ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ફક્ત રશિયાના યુદ્ધ મશીનો ચલાવવા માટે ખરીદી રહ્યું છે અને ભારત પર યુક્રેનમાં મોસ્કોના યુદ્ધને આડકતરી રીતે ટેકો આપે છે.'



સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરતાં નવારોએ લખ્યું કે, 'ફેક્ટ- ભારતમાં વધારે ટેરિફના કારણે અમેરિકન નોકરીઓ પર જોખમ ઊભું થઈ રહ્યું છે. ભારત રશિયન ક્રૂડ ઓઇલ નફા માટે ખરીદે છે. આ પૈસાથી રશિયા પોતાના યુદ્ધ મશીનોને ફન્ડિંગ કરે છે. જેનો ખર્ચ અમેરિકન કરદાતાઓએ ભોગવવો પડે છે.'

આ પહેલાં પણ કરી ટીકા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર મામલે વરિષ્ઠ સલાહકાર નવારો રશિયા સાથે વેપાર શરુ રાખવા માટે ભારતની ટીકા કરી રહ્યા છે. આ પહેલાં તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધને 'મોદીનું યુદ્ધ' જણાવ્યું હતું. દેશને 'ક્રેમલિનનું લૉન્ડ્રોમેટ' ગણાવ્યું હતું અને ભારત પર રશિયાના યુદ્ધ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાની મૂળના શબાના મહેમૂદ બ્રિટનના ગૃહમંત્રી બનતાં હોબાળો, PM સ્ટાર્મરે લીધો હતો નિર્ણય

નવારોનું નિવેદન ભ્રામક અને ખોટું

નવારોની આ ટિપ્પણી ભારતીય વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તેમના ગત નિવેદનને ફગાવ્યાના તુરંત બાદ સામે આવ્યું છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે (5 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સમાં તેમને 'ખોટા અને ભ્રામક નિવેદન' કહી દીધું હતું. જયસ્વાલે કહ્યું કે, અમે નવારો દ્વારા આપવામાં આવેલા ખોટા અને ભ્રામક નિવેદનોનો અસ્વીકાર કરીએ છીએ.

Tags :