પુતિન ભારત આવે એટલી વાર, ભારત-રશિયા મોટી જાહેરાત કરવાની તૈયારીમાં
Image: IANS |
India-Russia Defence Deal: ઓપરેશન સિંદૂરે સાબિત કરી દીધું છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને ચીન અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકી નહીં શકે. હવે ભારત અને રશિયા વચ્ચે બ્રહ્મોસ 2K હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ પ્રોગ્રામને ફરી શરુ કરવાને લઈને એક કરાર કરવામાં આવી શકે છે.
પુતિનની ભારત મુલાકાત દરમિયાન લેવાશે નિર્ણય?
મળતી માહિતી મુજબ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન જ્યારે ભારતની મુલાકાતે આવશે, તે દરમિયાને બંને દેશો વચ્ચે મોટો કરાર થઈ શકે છે. જણાવી દઈએ કે, બ્રહ્મોસ 2Kને હાલના બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું નેક્સ્ટ જનરેશન માનવામાં આવે છે અને તેની સ્પીડ હાઇપરસોનિક હશે. આ રશિયાના જિરકૉન (3M22 Zircon) મિસાઇલની ટૅક્નોલૉજી પર આધારિત હશે.
આ પણ વાંચોઃ 'આ રીતે તો યુરોપનો અંત આવશે...' ડોનાલ્ડ ટ્રમ્પે ઉચ્ચારી ચેતવણી, જુઓ કેવી સલાહ આપી
બ્રહ્મોસ 2Kમાં શું છે ખાસ?
બ્રહ્મોસ 2Kમાં સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને તે પોતાની સાથે પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. એટલે કે, બ્રહ્મોસ 2K એક પરમાણુ મિસાઇલ હશે, જેની સ્પીડ 7-8 મેકની હોય શકે છે અને તેની રેન્જ 1500 કિ.મી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, બ્રહ્મોસ 2K પ્રોગ્રામને બનાવવાનો પ્રસ્તાવ આશરે 10 વર્ષ પહેલા મૂકવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ ભારતના DRDO (Defence Research and Development Organisation) અને રશિયા NPO Mashinostroyeniya વચ્ચે જોઇન્ટ વેન્ચર છે. પરંતુ, હવે જ્યારે પાકિસ્તાન સામે બ્રહ્મોસે જબરદસ્ત સફળતા મેળવી તો હવે આ પ્રોગ્રામને ફરીથી શરુ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
બ્રહ્મોસ 2K મિસાઇલ કેટલી ઘાતક?
બ્રહ્મોસ 2K મિસાઇલ દુનિયાની સૌથી ખતરનાક મિસાઇલમાંથી એક હશે અને કદાચ અત્યાર સુધી આવી કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નહીં બની હોય જે ઇન્ટરસેપ્ટ કરી શકે. ચીન સતત બ્રહ્મોસ મિસાઇલને કાઉન્ટર કરવા માટે એર ડિફેન્સ બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ હજુ સુધી તેને સફળતા નથી મળી.
ડિફેન્સ નિષ્ણાતના જણાવ્યા મુજબ, આ મોસ્ટ ઍડ્વાન્સ સ્કેમજેટ ટૅક્નોલૉજીથી સજ્જ હશે, જેનો અર્થ છે કે, ટાર્ગેટ સાથે અથડાઈ નહીં ત્યાં સુધી તેની સ્પીડ હાઇપરસોનિક રહેશે. તેની સ્પીડ વાયુમંડળીય પ્રેશરના કારણે ઓછી નહીં થાય. હાલના બ્રહ્મોસ મિસાઇલની સ્પીડ 3.5 મેક છે અને રેન્જ 800 કિ.મી છે. ભારતે તેને એરફોર્સ અને નેવીમાં તૈનાત કર્યું છે. આ સિવાય થળ સેનામાં પણ બ્રહ્મોસને તૈનાત કરવામાં આવ્યા છે. બ્રહ્મોસ 2K, જેને બ્રહ્મોસ માર્ક- II અથવા બ્રહ્મોસ-II પણ કહેવામાં આવે છે, તેમાં અનેક ઓછા રડાર સિગ્નેચર અને અને અદ્યતન દાવપેચ ક્ષમતાઓ હશે, જેના કારણે તેને અટકાવવાનું લગભગ અશક્ય બનશે.
આ પણ વાંચોઃ 'આ લોકો વાતોથી નહીં માને...', હમાસ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલને છુટ્ટો દોર આપ્યો
આ વર્ષે એપ્રિલ મહિનામાં DRDOએ એક સ્વદેશી સ્ક્રેમજેટ એન્જિનનું 1000 સેક્નનું સફળ ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યું હતું. ત્યાર બાદ બ્રહ્મોસ 2Kને નવું જીવન મળી ગયું. DRDOના પૂર્વ ડિરેક્ટર જનરલ ડૉ. સુધીર કુમાર મિશ્રાએ કહ્યું હતું કે, ભારતમાં વિકસિત આ સ્ક્રેમજેટ એન્જિન બ્રહ્મોસ 2Kમાં સામેલ કરવામાં આવી શકે છે, જેનાથી રશિયા પર નિર્ભરતા ઓછી થશે. જોકે, મિસાઇલની ડિઝાઇન રશિયાની જિરકૉન મિસાઇલ પર જ આધારિત હશે. પરંતુ, ભારત પોતાની મિસાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને હાઇબ્રિટ સિસ્ટમ બનાવશે. ભારત બ્રહ્મોસ 2K પ્રોગ્રામ એવા સમયે શરૂ કરી રહ્યું છે, જ્યારે દુનિયાના અનેક દેશ હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દેશમાં મહેનત કરી રહ્યા છે. પરંતુ, ફક્ત ચીન અને રશિયાને જ સફળતા મળી શકી છે. અમેરિકા હાઇપરસોનિક મિસાઇલ કાર્યક્રમાં ઓછામાં ઓછું ત્રણવાર નિષ્ફળ ગયું છે. પરંતુ, ભારત હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે.
બ્રહ્મોસ 2K મિસાઇલ ક્યાં સુધીમાં ડેવલપ કરવામાં આવશે?
મળતી માહિતી મુજબ, બ્રહ્મોસ 2K મિસાઇલના બે વેરિઅન્ટ બનાવવાની યોજના પર કામ થઈ રહ્યું છે. તેનો પહેલો વેરિઅન્ટ, જેની સ્પીડ હાઇપરસોનિક સ્પીડની નજીક હશે, તેને આવતા વર્ષના અંત સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે અને બીજો વેરિઅન્ટ, જે સંપૂર્ણ રૂપે સ્ક્રેમજેટ પર આધારિત હશે, તેને 2027 સુધીમાં ડેવલપ કરવામાં આવશે. જોકે, ભારત અને રશિયા મિસાઇલ ટૅક્નોલૉજીમાં એટલું આગળ છે કે, તેમને મિસાઇલ બનાવવામાં વધુ સમય નહીં લાગે.